હેકર્સ દ્વારા Uberનાં 5.7 કરોડ યૂઝર્સનાં ડેટાની ચોરી થઇ હતી
ઉબર (Uber) દ્વારા હેકર્સને ડેટાનો નાશ કરવાની અવેજમાં 65 લાખ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા
નવી દિલ્હી : એપ બેસ્ડ ટેક્સી પ્રોવાઇડર કરાવનારી કંપની ઉબર (Uber) દ્વારા બુધવારે પોતાનો ડેટા ચોરાયો હોવાનો સ્વિકાર કર્યો હતો. કંપનીએ અધિકારીક રીતે જણાવ્યું કે, હેકર્સ દ્વારા તેનાં 5.70 કરોડ ડ્રાઇવર અને રાઇડર્સનાં ડેટાની ચોરી કરવામાં આવી હતી. ઉબરનાં આ ખુલાસા બાદ ઘણા લાખો લોકો વિચારવા માટે મજબુર બન્યા છે કે ક્યાંક હેકર્સે અમારા ડેટા પણ નથી ચોરી લીધા. ડેટા ચોરી કરવાનો આ કિસ્સો આશરે એક વર્ષ જુનો છે. જો કે કંપની દ્વારા હવે તે વાતનો સ્વિકાર કરવામાં આવી રહ્યો છે.
ઉબર દ્વારા હેકર્સને ડેટા નષ્ટ કરવા માટે આશરે 1 લાખ ડોલર (આશરે 65 લાખ રૂપિયા) આપવામાં આવ્યા હતા. બીજી તરફ ઉબરનાં સીઇઓ દ્વારા ખોસ્ત્રોવશાહીએ કહ્યું કે એવું ન હોવું જોઇએ પરંતુ હવે હું આ અંગે કોઇ સ્પષ્ટતા કરવા નથી માંગતો. ઉલ્લેખનીય છે કે ખોસ્ત્રોવશાહીએ 2017માં જ ઉબેર જોઇન કર્યું હતું.
મીડિયા રિપોર્ટસ અનુસાર ઉબરનાં કો પાઉન્ડર રહેલા ટ્રેવિસ કૈલાનિકે ડેટા ચોરી થવા અંગે માહિતી આપી હતી, જો કે ખોસ્ત્રોવશાહીએ નવા બોસ બનવા સુધી કોઇ જાહેરાત નહી કરવા માટે કહ્યું હતું. ખોસ્ત્રોવશાહીએ કહ્યું કે બે સભ્યોવાળી ઇન્ફોર્મેશન સિક્યુરિટી ટીમને પણ આ અંગે કોઇ એલર્ટ આપવામાં નહોતુ આવ્યું કે ડેટાની ચોરી થઇ રહી છે.