નવી દિલ્હી : જાહેર ક્ષેત્રની બે મોટી બેંકોને 5643 કરોડ રૂ.નું નુકસાન થયું છે. અલાહાબાદ બેંક (allahabad bank)ની નોન પર્ફોમિંગ એસેટ (NPA)માં ત્રણ ગણો વધારો થયો છે. 31 માર્ચ, 2018ના દિવસે સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં બેંકને 3,509.63 કરોડ રૂ.નું નુકસાન થયું છે. નાણાંકીય વર્ષ 2016-17માં આ જ સમયગાળામાં બેંકને 111.16 કરોડ રૂ.નો સ્પષ્ટ નફો થયો હતો. આ પહેલાં ડિસેમ્બરના ક્વાર્ટરમાં પણ બેંકને 1,263.79 કરોડ રૂ.નું નુકસાન થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિમેશભાઈએ હોંશેહોંશે પોસ્ટ કરી બીજા લગ્નની પહેલી તસવીર, જોવા કરો ક્લિક


આ ક્વાર્ટર દરમિયાન બેંકની આવક 5,105.07 કરોડ રૂ.થી ઘટીને 4,259.88 કરોડ રૂ. રહી ગઈ છે. નાણાંકીય વર્ષ 2017-18 દરમિયાન બેંકને 4,674.37 કરોડ રૂ.નું નુકસાન થયું જ્યારે આવક ઘટીને 19,051.05 કરોડ રૂ. પર આવી ગઈ છે. આ દરમિયાન કુલ એનપીએ 13.09 ટકાથી વધીને 15.96 ટકા સુધી પહોંચી ગઈ છે. જોકે શુદ્ધ એનપીએમાં ઘટાડો થયો છે અને એ 8.92 ટકાથી ઘટીને 8.04 ટકા પર આવી ગઈ છે. 


આ સિવાય યુકો બેંકની ચોખ્ખી ખોટ 31 માર્ચ, 2018ના દિવસે સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં ચાર ગણી વધીને 2,134.36 કરોડ રૂ. થઈ ગઈ છે. નાણાંકીય વર્ષ 2016-17ના આ સમયગાળામાં બેંકને 588.19 કરોડ રૂ.ની ખોટ ગઈ હતી. ગયા નાણાંકીય વર્ષના ડિસેમ્બરમાં સમાપ્ત થયેલા ક્વાર્ટમાં પણ બેંકને 116.43 કરોડ રૂ.ની ખોટ ગઈ હતી. બેંકે માહિતી આપી છે કે આ ક્વાર્ટર દરમિયાન એની આવક 3,906.74 કરોડ રૂ.થી ઘટીને 3,424.65 કરોડ રૂ. થઈ ગઈ છે.