નવી દિલ્હીઃ ક્યારે અચાનક પૈસાની જરૂર પડે તે કોઈ જાણતું નથી. જ્યારે અચાનક પૈસાની જરૂર હોય છે તો સૌથી સરળ રીત પર્સનલ લોનની હોય છે. બેન્કોએ પણ ઝડપી પર્સનલ લોન આપવા માટે પેપરલેસ પ્રોસેસ શરૂ કરી છે. તેવામાં જો તમે પર્સનલ લોન લેવા જઈ રહ્યાં છો તો તે જાણવું જરૂરી છે કે પેપરલેસ લોનનો શું અર્થ છે? પેપરલેસ લોનનો અર્થ એવો નથી કે કોઈ પેપરની જરૂર પડશે નહીં. લોન પાસ કરાવવા માટે ઘણા એવા પેપર જોઈએ જે ડિજિટલ ફર્મમાં તમારે જમા કરાવવા પડશે. તે માટે તમારી પાસે પેપર હોવા જરૂરી છે. જો નથી તો કોઈ બેન્ક કે એનબીએફસી તમને લોન આપશે નહીં. તેવામાં જો કોઈ બેન્ક તરફથી કોઈ કસ્ટમર કેર અધિકારી તમને ઝડપથી લોન આપવાનું કહે તો તેની વાતોમાં ન આવો. તમે પરેશાન થઈ શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેપરલેસ પર્સનલ લોન શું છે?
પેપરલેસનો મતલબ કોઈ પેપર નથી પરંતુ તે દર્શાવે છે કે અરજી કરનાર વ્યક્તિ લોન માટે ઓનલાઇન અરજી કરે છે અને પરંપરાગત કાગળ આધારિત પ્રક્રિયાની જગ્યા, જરૂરી દસ્તાવેજોની કોપી ડિજિટલ જમા કરી શકે છે. આ સુગમતા અરજદારોને ઓનલાઈન અરજી પ્રક્રિયા દરમિયાન કોઈપણ સ્થાનેથી સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરવાની શક્તિ આપે છે. પેપરલેસ પર્સનલ લોનની રજૂઆતથી વ્યક્તિને ફોર્મ ભરવાની અને પેપરવર્કની ઝંઝટમાંથી મુક્તિ મળી છે.


આ પણ વાંચોઃ શોર્ટ ટર્મમાં કમાણી કરવી હોય તો આ બે PSU Stock પર લગાવો દાવ, જાણો ટાર્ગેટ


આ દસ્તાવેજો જરૂરી
પેપરલેસ પ્રક્રિયા શરૂ થવા છતાં, લોન અરજીને સપોર્ટ કરવા માટે બેન્ક સ્ટેટમેન્ટ, સેલેરી સ્લિપ અને અન્ય જરૂરી દસ્તાવેજોની જરૂર હોય છે. તેની વગર તમે લોનની અરજી કરી શકો નહીં. કેટલાક ડિજિટલ દસ્તાવેજો હજુ પણ જરૂરી છે, જેમ કે આવકનું સર્ટિફિકેટ, પાન કાર્ડ અને આધાર કાર્ડ.


ક્રેડિટ સ્કોર સારો હશે તો જલ્દી મળશે લોન
ક્રેડિટ સ્કોર કોઈ વ્યક્તિના નાણાકીય વ્યવહારને દર્શાવે છે. તે વ્યક્તિની નાણાકીય શાખ નિર્ધારિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આવી સ્થિતિમાં, જો તમે ઝડપથી પર્સનલ લોન લેવા માંગો છો, તો તે મહત્વનું છે કે તમારો ક્રેડિટ સ્કોર સારો હોય. ક્રેડિટ સ્કોર 750 થી ઉપર હોવો વધુ સારું માનવામાં આવે છે. આ પછી જ તમને પેપરલેસ પ્રક્રિયાનો લાભ મળશે. જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ છે તો તમને બદલાતી ટેક્નોલોજીનો લાભ નહીં મળે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube