નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થાના પાટા પર આવવાના લાખો દાવા કરી લે, પરંતુ આંકડા બીજીતરફ ઇશારો કરી રહ્યાં છે. અર્થવ્યવસ્થાના વિભિન્ન ક્ષેત્રોમાં મંદી બાદ હવે બેરોજગારીના આંકડા પણ મંદીનો સંકેત આપી રહ્યાં છે. દેશમાં બેરોજગારી દર ફેબ્રુઆરીમાં વધીને 7.78% રહ્યો, જે ઓક્ટોબર 2019 બાદ સૌથી વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાછલા મહિને 7.16% પર
પાછલા મહિને એટલે કે જાન્યુઆરીમાં બેરોજગારી દર 7.16% રહ્યો હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના આંકડામાં આ જાણકારી સામે આવી છે. બેરોજગારી દરનો આ સ્તર દેશની અર્થવ્યવસ્થામાં મંદીની અસર દર્શાવી રહ્યો છે. પાછલા વર્ષે એક રિપોર્ટમાં આ વાત સામે આવી હતી કે વર્ષ 2019માં બેરોજગારી દર 45 વર્ષમાં સૌથી ઉચ્ચ સ્તર પર છે. 


અર્થવ્યવસ્થાની ગતી ઘટી
ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર)માં દેશની અર્થવ્યવસ્થા પાછલા છ વર્ષોમાં સૌથી ઓછી ગતીથી આગળ વધી છે. વિશ્લેષકોએ અનુમાન લગાવ્યું છે કે વિશ્વભરમાં કોરોના વાયરસના પ્રકોપને કારણે દેશની અર્થવ્યવસ્થાની ગતીમાં હજુ ઘટાડાની સંભાવના છે. ત્રીજા ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ દર પાછલા ક્વાર્ટરના મુકાબલે સામાન્ય વધીને 4.7 ટકા રહ્યો છે. આ પહેલા બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર 4.5 ટકા રહ્યો હતો, જે સાડા છ વર્ષોમાં નિમ્ન સ્તર છે. 


જો તમારા ઘરમાં લસણ ખવાતુ હોય તો સાવધાન...આ સમાચાર ખાસ જાણો નહીં તો પસ્તાશો


શહેરી વિસ્તારમાં વધી બેરોજગારી
સીએમઆઈઈના આંકડા પ્રમાણે, ગ્રામીણ વિસ્તારમાં ફેબ્રુઆરીમાં બેરોજગારી દર વધીને 7.37 ટકા રહ્યો, જે પાછલા મહિને 5.97 ટકા રહ્યો હતો. જ્યારે શહેરી વિસ્તારમાં આ આંકડો  8.65% રહ્યો, જે જાન્યુઆરીમાં  9.70% રહ્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બિઝનેસના અન્ય સમાચાર