Union Budget Mobile App: બજેટ 2021 ની તમામ અપડેટ માટે ડાઉનલોડ કરો નવી એપ
કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે આ એપમાં તમને બજેટ 2021 માં નાણાં મંત્રીનું બજેટ ભાષણ, Annual Financial Statment, Demand for Grants, ફાઈનાન્સ બિલ (Finance Bill) અને બજેટના મુખ્ય બિંદુઓની જાણકારી મળશે.
નવી દિલ્લીઃ જે તમે આ વર્ષના કેન્દ્રીય બજેટ (Union Budget 2021) ની દરેક વાત પર નજર રાખવા માંગો છો, તો આપને અલગ અલગ વેબસાઈટો પર જવાની જરૂર નથી. આ બજેટને સમજવા માટે બીજા દિવસે આવનારા અખબારોની રાહ જોવાની પણ જરૂર નથી. કેન્દ્ર સરકારે સામાન્ય જનતા માટે બજેટની દરેક વાત સરળ રીતે સમજાઈ શકે એ પ્રકારે એક એપ લોંચ કરી છે. આવી જોઈએ કઈ રીતે કામ કરે છે આ બજેટ એપ...
Budget 2021: લિયાકત અલીથી માંડીને સીતારમણ સુધી, આ નાણામંત્રી રજૂ કરી ચૂક્યા છે સામાન્ય બજેટ
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એ બજેટ 2021 માટે Union Budget Mobile App લોંચ કરી દીધી છે. ભારત સરકારની એપ ને આપ ગૂગલ એપ સ્ટોર (Google App Store) પરથી ડાઉનલોડ કરી શકો છો. એપ સ્ટોરમાં જઈને તમારે Union Budget ટાઈપ કરવાનું રહેશે. જેની નીચે NIC eGov Mobile Apps લખેલું હોય તેને ડાઉનલોડ કરો. તમે આ એપને સીધા www.indiabudget.gov.in પરથી પણ ડાઉનલોડ કરી શકો છો.
લાખો લોકોએ આ એપ કરી લીધી છે ડાઉનલોડ
કોરોના કાળમાં બજેટ કેવું હશે તે જોવાની દરેકને તાલાવેલી છે. ત્યારે આ બજેટ જોવા માટે સરકારે ખાસ એપ તૈયાર કરી છે. એપ અંગેની જાણકારી સામે આવતાની સાથે લાખો લોકોએ આ એપ ડાઉનલોડ કરી લીધી છે.
Budget 2021: પગારદાર વર્ગની કઇ માંગ બજેટમાં થઇ શકે છે પુરી, જાણો
શું થશે ફાયદો
મળતી માહિતી મુજબ કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલી આ એપમાં આપને બજેટ 2021 માં નાણાં મંત્રીનું બજેટ ભાષણ, Annual Financial Statment, Demand for Grants, ફાઈનાન્સ બિલ (Finance Bill) અને બજેટના મુખ્ય બિંદુઓની જાણકારી મળશે.
Budget 2021: ખેડૂતો માટે સારા સમાચાર, વધવાની છે PM Kisan Samman Nidhi ની રકમ!
ઈનકમ ટેક્સ સ્લેબમાં થઈ શકે છે બદલાવ
જોકે, કેટલાંક ટેક્સ એક્સપર્ટને લાગે છેકે, ટેક્સ સ્લેબ (Tax Slab) માં બદલાવને હજુ પણ અવકાશ છે. વર્તમાન ઈનકમ ટેક્સ સ્લેબ મુજબ 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નથી લાગતો. 2.5 થી 5 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ટેક્સ લાગે છે. 5 લાખથી 7.5 લાખ રૂપિયા સુધી 20 ટકા ટેક્સ, અને 7.5 લાખ થી 10 લાખ રૂપિયા સુધી 20 ટકા ટેક્સ છે. એટલેકે, 5 ટકા બાદ સીધો 20 ટકા ટેક્સ, એમ આ ટેક્સ સ્લેબમાં ખુબ જ મોટું અંતર છે. તેથી સરકાર પાસે ટેક્સ સ્લેબમાં ફેરફારનો વિકલ્પ રહેશે.80C ની વધુમાં વધુ સીમા 3 લાખ થવાની આશા ટેક્સ એક્સપર્ટનું માનવું છેકે, બજેટમાં સેક્શન 80C ની લિમિટને વધારીને 2.5-3 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. અત્યારે 1.5 લાખ રૂપિયાના રોકાણ પર ટેક્સ છુટ મળે છે. તેની પાછળનો તર્ક એ છેકે, 80C મા જરૂરિયાતથી વધારે ટેક્સ વિકલ્પોની ભરમાર છે. તેથી એની લિમિટ વધારવી જોઈએ. ELSS, PF, ટર્મ પ્લાનનું પ્રીમિયમ, બાળકોની ફી, હોમ લોન રીપમેંટ સમેત 10 એવા ખર્ચ છે જેને 80C માં નાખવામાં આવ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube