UN મહાસચિવે બીજા વિશ્વયુદ્ધ સાથે કરી કોરોના વાયરસની તુલના, કહ્યું- વિશ્વ આર્થિક મંદી તરફ
તેમણે કહ્યું, આ સ્થિરતા, અશાંતિ અને સંગર્ષોને જન્મ આપશે. તેનાથી અમારે તે માનવા મજબૂર થવું પડી રહ્યું છે કે ખરેખર આ બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌથી મોટુ સંકટ છે.
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ના મહાસચિવ એન્તોનિયો ગુતારેસે કોરોના વાયરસની તુલના બીજા વિશ્વ યુદ્ધ (Second World War) સાથે કરી છે. તેમણે કોરોનાને બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌથી મોટો પડકાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ મહામારી ન માત્ર લોકોનો જીવ લઈ રહી છે પરંતુ આર્થિક મંદી તરફ પણ લઈ જઈ રહી છે. તેમણે કહ્યું કે, હાલના ઈતિહાસમાં આવું ભયાનક સંકટ ઊભુ થયું નથી.
જોન્સ ડોપકિંસ યુનિવર્સિટીના અંદાજ અનુસાર, વિશ્વમાં કોરોના વાયરસના 8,50,500 નોંધાયેલા મામલા સામે આવ્યા છે અને 41 હજારથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યાર સુધી વિશ્વના સર્વાધિક 1,84,183 મામલા છે અને અહીં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 4 હજારથી વધારે છે.
ગુતારેસે મંગળવારે, સંયુક્ત જવાબદારી, વૈશ્વિક એકતાઃ સામાજીક આર્થિક પ્રતિક્રિયા' પર એક રિપોર્ટ શેર કરતા કહ્યું, 'સંયુક્ત રાષ્ટ્રએ છેલ્લા 75 વર્ષોના ઈતિહાસમાં આવું સંકટ પહેલા ક્યારેય જોયું નથી. આપણે તેનો સામનો કરી રહ્યાં છીએ- એવું સંકટ જે લોકોનો જીવ લઈ રહ્યું છે, માણસને પીડા આપી રહ્યું છે, લોકોની જિંદગીને ડરાવી રહ્યું છે.'
ગુતારેસે આ રિપોર્ટને ઓનલાઇન જારી કરતા કહ્યું કે, હાલની મહામારી સ્વાસ્થ્ય સંકટથી ઘણી આગળની વસ્તુ છે.
એક અપીલ...અને કોર્પોરેટ દિગ્ગજોએ કોરોના સામેની જંગમાં છૂટથી કર્યું દાન, PMએ માન્યો આભાર
એક સવાલના જવાબમાં તેમણે કહ્યું, 'આ ભીષણ વૈશ્વિક સંકટ છે કારણ કે આ એક બીમારી છે જે વિશ્વમાં દરેક માટે આફત છે અને બીજી તરફ તેનો આર્થિક પ્રભાવ છે જેનાથી મંદી આવશે અને એવી મંદી આવશે કે હાલના ઈતિહાસમાં તેની કોઈ મિસાલ જોવા મળી નહીં હોય.'
તેમણે કહ્યું, આ સ્તિરતા, અશાંતિ અને સંઘર્ષને જન્મ આવશે. તેનાથી અમે તે માનવા મજબૂર થઈ રહ્યાં છીએ કે ખરેખર આ બીજા વિશ્વ યુદ્દ બાદથી સૌથી મોટુ સંકટ છે. તેના માટે મજબૂત અને પ્રભાવી પગલા ભરવાની જરૂર છે અને આ પ્રકારના પગલા એકતાની સાથે સંભવ છે. આ ત્યારે બનશે જ્યારે આપણે બધા એક સાથે આવીશું, રાજનીતિને ભૂલી એક સાથ આવીએ અને તે સમજની સાથે તમે આવશો કે આજે માનવતા દાવ પર છે.
સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન અનુસાર, આ મહામારીને કારણે 50 લાખથી લઈને અઢી કરોડ નોકરીઓ સમાપ્ત થઈ જશે અને અમેરિકાને શ્રમિક આવકના રૂપમાં 960 અબજથી લઈને 3.5 ખરબ ડોલરનું નુકસાન થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube