HDFC Bank નો સ્પેશિયલ FD પ્લાન લોન્ચ, રોકાણકારો માટે ખોલ્યો પટારો
FD Interest Rate: ગ્રાહકોને 35 મહિના (2 વર્ષ અને 11 મહિના) માટે મૂકવામાં આવેલી ફિક્સ્ડ ડીપોઝિટો પર 7.20% વ્યાજ અને 55 મહિના (4 વર્ષ અને 7 મહિના) માટે મૂકવામાં આવેલી ફિક્સ્ડ ડીપોઝિટ પર 7.25% વ્યાજ મળશે. વધુમાં, સીનિયર સિટીઝન ગ્રાહકો સ્વીકાર્ય વ્યાજદરથી 0.5% વધારે વ્યાજ માર્જિન મેળવી શકશે.
HDFC special FD Interest Rates : ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક એચડીએફસી બેંકે આજે બે વિશેષ મુદતની ફિક્સ્ડ ડીપોઝિટ સ્કીમો લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી, જેની એકંદર મુદત 35 અને 55 મહિનાની હશે. આ વિશેષ મુદતની ફિક્સ્ડ ડીપોઝિટ સ્કીમોનો લાભ રૂ. 2 કરોડથી ઓછી થાપણો પર મેળવી શકાશે.
ગ્રાહકોને 35 મહિના (2 વર્ષ અને 11 મહિના) માટે મૂકવામાં આવેલી ફિક્સ્ડ ડીપોઝિટો પર 7.20% વ્યાજ અને 55 મહિના (4 વર્ષ અને 7 મહિના) માટે મૂકવામાં આવેલી ફિક્સ્ડ ડીપોઝિટ પર 7.25% વ્યાજ મળશે. વધુમાં, સીનિયર સિટીઝન ગ્રાહકો સ્વીકાર્ય વ્યાજદરથી 0.5% વધારે વ્યાજ માર્જિન મેળવી શકશે.
VIDEO: ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યા બાદ જાડેજાએ ખુલ્લેઆમ રિવાબા પ્રત્યે દેખાડ્યો પ્રેમ
જલદી કરજો, આજે સોના અને ચાંદીના ભાવમાં થયો છે ધરખમ ઘટાડો, 10 ગ્રામનો આ છે ભાવ
બદલી દેજો પેટ્રોલપંપ: અહીં મળી રહ્યું છે સસ્તું પેટ્રોલ-ડીઝલ, દેશમાં સૌથી ઓછો ભાવ
ડીપોઝિટના દરો તેમની ટોચની નજીક હોવાથી આ નવી સ્પેશિયલ એડિશન ફિક્સ્ડ ડીપોઝિટ સ્કીમથી એવા ગ્રાહકોને લાભ થશે, જેઓ બાંયધરીપૂર્વકના ઊંચા વળતરની સાથે લાંબા સમય સુધી પોતાના નાણાંને મૂકવા માંગે છે.
Vastu Tips: ઘરમાં આ ખાસ શંખ રાખશો તો ધનથી છલકાશે તિજોરી, શાસ્રોમાં પણ છે ઉલ્લેખ
મહિલાઓની આવી હરકતોને કરશો નહી નજર અંદાજ, અસંતુષ્ટ સ્ત્રીઓ કરે છે આ ઇશારા
300 લગ્ન કરનાર આળસુનો પીર નવાબ, જૂતા પહેરાવનાર નોકરની રાહ જોઈ બેસી રહ્યો
એચડીએફસી બેંકના સીએમઓ, હેડ-કૉર્પોરેટ કમ્યૂનિકેશન્સ, હેડ-લાયેબિલિટી પ્રોડક્ટ્સ અને મેનેજ્ડ પ્રોગ્રામ્સ રવિ સન્થાનમએ જણાવ્યું હતું કે, ‘એચડીએફસી બેંક તેના ગ્રાહકોને શ્રેષ્ઠ બેંકિંગ અનુભવ પૂરો પાડે છે. અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ બેંકિંગ અને બચતના ઉકેલો પૂરાં પાડવા માટે સતત નવીનીકરણ કરતાં રહીએ છીએ. ફિક્સ્ડ ડીપોઝિટમાં રોકાણ કરવું એ રોકાણ માટેના સૌથી સલામત ઇન્સ્ટ્રૂમેન્ટ્સમાંથી એક છે, જે બાંયધરીપૂર્વકનું વળતર આપે છે.
આ નવી સ્કીમો ઊંચા વળતરની સાથે લાંબા સમય સુધી પોતાના નાણાંને સલામત જાળવી રાખવા માંગતા અમારા ગ્રાહકો અને જેઓ અમારા ગ્રાહકો નથી તેમને પણ ખૂબ જ લાભદાયી સાબિત થશે.’ ઉલ્લેખનીય છે કે, એચડીએફસી બેંક એ ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક છે, જેની બેલેન્સ શીટનું કદ રૂ. 24 લાખ કરોડ છે.
ક્યારે-કેવી રીતે ક્યાં મળશે 75 રૂપિયાનો વિશેષ સિક્કો? અહીં જાણો તમામ પ્રશ્નોના જવાબ
WhatsApp પર વીડિયો કોલનું આવ્યું નવું ફીચર,હવે પોતાની સ્ક્રીન પણ શેર કરી શકશે યૂઝર્સ
Taarak Mehta Ka Ooltah Chashmah ની જૂની 'સોનુ' થઈ ગઈ મોટી,આ વ્યક્તિ લવઅફેરની ચર્ચાઓ!
શું તમે પણ ઉનાળામાં રોજ દહીં ખાઓ છો? ભૂલથી પણ ન કરો આ કામ , નહીં તો વધશે મુશ્કેલીઓ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtub