16 નવેમ્બરે આવી રહ્યો છે વધુ એક IPO,દાવ લગાવવા થઈ જાવ તૈયાર
શેર બજારમાં એક બાદ એક આઈપીઓની એન્ટ્રી થઈ રહી છે. હવે દિવાળી બાદ વધુ એક આઈપીઓ ઓપન થવાનો છે. તમે પણ જાણો આ આઈપીઓની વિગત....
નવી દિલ્હીઃ તાજેતરમાં ઘણી કંપનીઓએ આઈપીઓ દ્વારા ભંડ ભેગુ કર્યું છે. ઈન્વેસ્ટરોને પણ આ આઈપીઓએ નિરાશ કર્યાં નથી. હવે દિવાળી બાદ વધુ એક આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. Arrowhead Seperation Engineering IPO ઈન્વેસ્ટરો માટે 16 નવેમ્બરે ઓપન થઈ રહ્યો છે. કંપનીના આ આઈપીઓમાં દાવ લગાવવા માટે 20 નવેમ્બર સુધી તક મળશે. Arrowhead Seperation Engineering IPO ની પ્રાઇઝ બેન્ડ 233 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
1 લોટમાં 600 શેર
કંપનીએ એક લોટમાં 600 શેર રાખ્યા છે. જેના કારણે એક રિટેલ ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 1,39,800 રૂપિયા લગાવવા પડશે. કોઈપણ રિટેલ ઈન્વેસ્ટર વધુમાં વધુ એક લોટ માટે દાવ લગાવી શકે છે. Arrowhead Seperation Engineering IPO ના શેરનું એલોટમેન્ટ 23 નવેમ્બર 2023ના થશે. જ્યારે કંપની 29 નવેમ્બરે શેર બજારમાં ડેબ્યૂ કરી શકે છે. Arrowhead Seperation Engineering IPO નું લિસ્ટિંગ બીએસઈ એસએમઈ પર થશે.
આ પણ વાંચોઃ બે મહિના પહેલા 75 રૂપિયામાં આવ્યો હતો IPO,હવે 380 ને પાર પહોંચ્યો શેરનો ભાવ
અજિત મુંડલે અને જ્યોતિ મુંડલે છે. ઈશ્યૂ પહેલા પ્રમોટર્સની કંપનીમાં ભાગીદારી 50 ટકા છે. તો ઈશ્યૂ બાદ પ્રમોટર્સની ભાગીદારી ઘટી 35.09 ટકા થઈ જશે. નોંધનીય છે કે આઈપીઓ દ્વારા ભેગા કરવામાં આવેલા પૈસાનો ઉપયોગ કંપની લોન ચુકવવા માટે કરશે. સાથે કેટલાક જનરલ કોર્પોરેટ કામો માટે પણ આ રૂપિયાનો ઉપયોગ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube