રૂપિયા તૈયાર રાખો... આવતા અઠવાડિયામાં IPOની ભરમાર, આ 7 કંપનીઓની શેરમાર્કેટમાં થશે એન્ટ્રી
Share Market: ક્વાડ્રન્ટ ફ્યુચર ટેકનો IPO સામાન્ય રોકાણકારો માટે 7 થી 9 જાન્યુઆરી દરમિયાન ખુલશે. આ કંપનીની ઈશ્યુ સાઈઝ 290 કરોડ રૂપિયા હશે. તેની પ્રાઇસ બેન્ડ રૂ. 275 થી રૂ. 290 વચ્ચે હશે.
Upcoming IPOs: નવા વર્ષ 2025નું બીજું અઠવાડિયું IPOના દૃષ્ટિકોણથી ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે, કારણ કે આ સમય દરમિયાન શેરબજારમાં મેઇનબોર્ડ અને SME માટે સાત પબ્લિક ઈશ્યૂ ખુલશે, જ્યારે છ કંપનીઓ લિસ્ટેડ થશે.
સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલોજીનો IPO 6 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી ખુલશે. આ IPOની ઈશ્યુ સાઈઝ 410.05 કરોડ રૂપિયા હશે. આ IPOની પ્રાઇસ બેન્ડ 133 રૂપિયાથી 140 રૂપિયા સુધીની હશે.
IPOની ભરમાર
ફાર્માસ્યુટિકલ અને કેમિકલ સેક્ટર માટે એન્જિનિયરિંગ સાધનોનું ઉત્પાદન કરતી આ કંપનીએ 3 જાન્યુઆરીએ એન્કર બુક દ્વારા 123.02 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ IPOનું લિસ્ટિંગ 13 જાન્યુઆરીએ થઈ શકે છે.
ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા
ક્વાડ્રન્ટ ફ્યુચર ટેકનો IPO સામાન્ય રોકાણકારો માટે 7 થી 9 જાન્યુઆરી દરમિયાન ખુલશે. આ કંપનીની ઈશ્યુ સાઈઝ 290 કરોડ રૂપિયા હશે. તેની પ્રાઇસ બેન્ડ રૂપિયા 275 થી રૂપિયા 290 વચ્ચે હશે. ભારતીય રેલવેના કવચ પ્રોજેક્ટ હેઠળ નવી પેઢીની ટ્રેન કંટ્રોલ અને સિગ્નલિંગ સિસ્ટમ વિકસિત કરતી કંપનીનું લિસ્ટિંગ 14 જાન્યુઆરીએ થઈ શકે છે.
ચાર SME IPO
કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ InvITનો IPO 7 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી ખુલશે. તેની પ્રાઇસ બેન્ડ રૂ. 99 થી રૂ. 100 સુધીની હશે. આ ઈશ્યૂ સાઈઝ 1,578 કરોડ રૂપિયા હશે. તેનું લિસ્ટિંગ 14 જાન્યુઆરીએ થશે.
શનિના નક્ષત્રમાં થશે રાહુની ધમાકેદાર એન્ટ્રી, આ 4 રાશિના જાતકોનો થશે ગોલ્ડન ટાઈમ
આ ઉપરાંત ચાર SME IPO પણ ખુલી રહ્યા છે, જેમાં BR ગોયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડેલ્ટા ઓટોકોર્પ, ઈન્ડોબેલ ઈન્સ્યુલેશન, એવેક્સ એપેરલ્સ અને ઓર્નામેન્ટ્સનો આઈપીઓ સામેલ છે. આ IPO સાઈઝ અનુક્રમે રૂ. 85.21 કરોડ, રૂ. 54.60 કરોડ, રૂ. 10.14 કરોડ અને રૂ. 1.92 કરોડ હશે. આ તમામ IPO સામાન્ય રોકાણકારો માટે 6 જાન્યુઆરીથી ખુલી રહ્યા છે.
ઓર્ગેનિક્સ લિમિટેડનું પણ લિસ્ટિંગ
આવતા અઠવાડિયે એક મેઈનબોર્ડ અને પાંચ એસએમઈ કંપનીઓ પણ એક્સચેન્જમાં લિસ્ટ થશે. ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ મેઈનબોર્ડ સેગમેન્ટમાં લિસ્ટેડ થનારી એકમાત્ર કંપની હશે. તેનું લિસ્ટિંગ 7 જાન્યુઆરીએ થશે. આ IPO સાઈઝ 260 કરોડ હતું અને તે 229.68 વખત સબસ્ક્રાઇબ થયું હતું.
ખેડૂતો માટે મોટા સમાચાર, દર વર્ષે 12,000 રૂપિયા આપશે સરકાર! આ દિવસથી શરૂ થશે યોજના
આ ઉપરાંત SME કંપનીઓમાં ટેકનિકેમ ઓર્ગેનિક્સ લિમિટેડ, લીઓ ડ્રાય ફ્રુટ્સ એન્ડ સ્પાઇસીસ ટ્રેડિંગ લિમિટેડ, ડેવિન સન્સ રિટેલ લિમિટેડ, પરમેશ્વર મેટલ લિમિટેડ અને ફેબટેક ટેક્નોલોજીસ ક્લીનરૂમ્સ લિમિટેડના પબ્લિક ઈશ્યૂનું લિસ્ટિંગ પણ આ સપ્તાહમાં થશે.