નવી દિલ્હીઃ જો તમે પણ આઈપીઓમાં પૈસા લગાવી કમાણી કરી રહ્યાં છો તો આગામી સપ્તાહે તમને ઘણી તક મળવાની છે. આગામી સપ્તાહે શેર બજારમાં એક નહીં ચાર-ચાર આઈપીઓ આવી રહ્યાં છે. આ ચાર કંપનીઓ છે- અર્બન એનવાયરો વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ (Urban Enviro Waste Management),બિઝોટિક કોમર્શિયલ લિમિટેડ (Bizotic Commercial Ltd),કોસ્મિક સીઆરએફ લિમિટેડ (Cosmic CRF Ltd)અને સેલ પોઈન્ટ લિમિટેડ (Cell Point (India) Ltd).


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અર્બન એનવાયરો વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ
વેસ્ટ મેનેજમેન્ટ સોલ્યૂશન્સ ઉપલબ્ધ કરાવનારી કંપની અર્બન એનવાયરો વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં નગરપાલિકા અને મહાનગર પાલિકાઓને પોતાની સેવાઓ આપે છે. કંપનીનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 12 જૂને ખુલશે અને 14 જૂને બંધ થશે. આઈપીઓ માટે કંપનીએ શેરનો ભાવ 100 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યો છે. કંપનીની યોજના કુલ 11.42 કરોડનું ભંડ ભેગું કરવાની છે. 


આ પણ વાંચોઃ ટાટા ગ્રુપના આ સ્ટોકે કર્યો કમાલ, 10 હજારના બનાવી દીધા 6 લાખ, જાણો વિગત


બિઝોટિક કોમર્શિયલ
આ કંપની અર્બન યુનાઇટેડ નામથી રેડીમેડ ગારમેન્ટ્સ બનાવનાર અને વેચનારી કંપની બિઝોટિક કોમર્શિયલનો આઈપીઓ 12 જૂને ખુલશે અને 15 જૂને બંધ થશે. કંપનીએ આઈપીઓ માટે શેરનોભાવ 145 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યો છે. કંપનીની યોજના આઈપીઓ દ્વારા કુલ 42.21 કરોડ રૂપિયા ભેગા કરવાની છે. 


સેલ પોઈન્ટ (ઈન્ડિયા) લિમિટેડ
આ એક મલ્ટીબ્રાન્ડ રિટેલ સેલિંગ પોઈન્ટ્સ છે. સેલ પોઈન્ટ (ઈન્ડિયા) લિમિટેડ પ્રાઇમરી માર્કેટમાંથી 50.34 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. કંપની 15 જૂને પોતાનો આઈપીઓ લોન્ચ કરશે. કંપનીનો ઈશ્યૂ પ્રાઇઝ બેન્ડ 100 રૂપિયા પ્રતિ શેર છે. આ આઈપીઓ 20 જૂને બંધ થશે. 


આ પણ વાંચોઃ Post Office ની જબરદસ્ત સ્કીમ- એકવાર કરો રોકાણ, 10 વર્ષમાં ડબલ થઈ જશે રકમ


કોસ્મિક સીઆરએફ
મેન્યુફેક્ચરિંગ કંપનીઓને કોલ-રોલ્ડ સ્ટેનલેસ સેક્શન સપ્લાય કરનારી કંપની કોસ્મિક સીઆરએફનો આઈપીઓ 14 જૂને ખુલશે. કંપની આઈપીઓ આઈપીઓ દ્વારા 60.13 કરોડ રૂપિયા ભેગા કરવાની છે. કંપનીનો આઈપીઓ 16 જૂને બંધ થશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 214 રૂપિયાથી 330 રૂપિયા નક્કી કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


,,,,,,,