Upcoming IPO: પૈસા સંભાળીને રાખો, આ મહિને આવશે ગૌતમ અડાણીથી લઈને રામદેવની કંપનીના આઈપીઓ
Upcoming IPO: આ મહિને અદાણી વોલ્મરનો આઈપીઓ આવવાનો છે, જે આશરે 4500 કરોડ રૂપિયાનો હશે. રૂચિ સોયાનો 4300 કરોડ રૂપિયાનો આઈપીઓ પણ આ મહિને આવવાના છે. ગો એરલાયન્સ પણ 3600 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાની છે.
નવી દિલ્હીઃ Upcoming IPO: આઈપીઓ નવા વર્ષમાં દલાલ સ્ટ્રિટમાં ધૂમ મચાવવા તૈયાર છે. કંપનીઓની 2021માં તેજી બાદ 2022માં પણ આઈપીઓથી 1.5 લાખ કરોડ રૂપિયા (IPO of 2022) ભેગા કરવાની આશા છે. આ મહિને ગૌતમ અદાણી (Adani Wilmar) થી લઈને બાબા રામદેવની કંપની (Ruchi Soya IPO) નો આઈપીઓ આવવાનો છે. ઉલ્લેખનીય છે કે આઈપીઓ માટે 2022 ભારતીય બજારમાં છેલ્લા બે દાયકામાં સૌથી સારૂ વર્ષ રહ્યું. ઉચ્ચ સ્તરીય રોકડ અને છૂટક રોકાણકારોની વધેલી ભાગીદારીએ આઈપીઓના ક્ષેત્રમાં ઉત્સાહ સતત બનાવી રાખ્યો અને મહામારીની નિરાશા વચ્ચે આ વર્ષે કંપનીઓએ 1.2 લાખ કરોડ રૂપિયાથી વધુ ભેગા કર્યા. એલઆઈસીનો આઈપીઓ (LIC IPO) પણ આવવાનો છે.
ગૌતમ અદાણીથી લઈને બાબા રામદેવની કંપની લાવશે આઈપીઓ
આ મહિને અદાણી વોલ્મરનો આઈપીઓ આવવાનો છે, જે આશરે 4500 કરોડ રૂપિયાનો હશે. રૂચિ સોયાનો 4300 કરોડ રૂપિયાનો આઈપીઓ પણ આ મહિને આવવાના છે. ગો એરલાયન્સ પણ 3600 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાની છે. આ સિવાય ઈએસએએફ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડનો 998 કરોડ રૂપિયા, ટ્રેક્સન ટેક્નોલોજીનો 500 કરોડ રૂપિયાનો આઈપીઓ આ મહિને આવશે. તો Skanray Technologies નો 400 કરોડ રૂપિયાનો અને સાથે ઓએફએસ આવશે. ઈએસડીએસ સોફ્ટવેર લિમિટેડનો પણ 332 કરોડ રૂપિયાનો આઈપીઓ ઓએફએસની સાથે આવશે.
આ પણ વાંચો- આનંદ મહિન્દ્રા લાવી રહ્યા છે ઈલેક્ટ્રિક કાર, માત્ર 12 સેકેન્ડમાં પકડશે 300 કિ.મીની સ્પીડ
આ વર્ષે આવી જશે એલઆઈસીનો આઈપીઓ
વર્ષ 2022માં પ્રાથમિક બજાર દ્વારા મોટા પાયા પર પૈસા ભેગા કરવાની શરૂઆત જાહેર ક્ષેત્રની કંપની જીવન વીમા નિગમ (એલઆઈસી) ના મોટા આઈપીઓથી થશે. આ સિવાય નવા જમાનાના ઘણા ડિજિટલ ખેલાડી આઈપીઓ બજારમાં ઉતરવા માટે તૈયાર છે. ઇક્વિરસમાં ઇક્વિટી મૂડી બજારના ડાયરેક્ટર અને પ્રમુખ વેંકટરાઘવન એસે કહ્યુ કે, વ્યાજ દર વધવાની સાથે હાલ તેમાં કમી થઈ શકે છે, પરંતુ તે મહત્વપૂર્ણ સ્તર પર બન્યું રહેશે. પરંતુ મહામારીને લઈને કેટલીક ચિંતાઓ બનેલી છે. આઈઆઈએફએલ સિક્યોરિટીઝના રિટેલ ક્ષેત્રના સીઈઓ સંદીપ ભારદ્વાજે કહ્યુ કે, 2022માં આઈપીઓ દ્વારા પૈસા ભેગા કરવાનો નવો રેકોર્ડ બનાવી શકાય છે અને એલઆઈસીનો આઈપીઓ વૈશ્વિક રોકાણકારોનું ધ્યાન પણ ખેંચશે. વૈશ્વિક સલાહકાર ફર્મ ઈવાઈના એક રિપોર્ટ અનુસાર ભારત માટે 2021 બે દાયકામાં સર્વશ્રેષ્ઠ આઈપીઓ વર્ષ રહ્યું.
2022માં આઈપીઓને લઈને ઉત્સાહ થઈ શકે છે ઓછો
પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે 2022માં ઉત્સાહ ઓછો થશે. પ્રભુદાસ લીલાધર ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સના વડા પીયૂષ નાગદાએ કહ્યુ કે, આગામી વર્ષે બજારની ધારણા કોવિડ-19ના નવા સ્વરૂપને કારણે પ્રભાવિત હશે અને તેવામાં અનિશ્ચિતતા બજારો અને અર્થવ્યવસ્થા પર ભારે પડી રહી છે. ફર્સ્ટ વોટર કેપિટલ ફંડના લીડ પ્રાયોજક રિકી કૃપલાણીએ અનુમાન લગાવ્યુ કે 2022 આઈપીઓ બજારો માટે 2021 જેટલું ઉત્સાહજનક નહીં હશે, ખાસ કરીને તે જોતા કે હાલમાં પેટીએમ જેવી કેટલીક મોટી કંપનીએ લિસ્ટેડ થયા બાદ સારૂ પ્રદર્શન કર્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube