Electric Car: આનંદ મહિન્દ્રા લાવી રહી છે ઈલેક્ટ્રિક કાર, માત્ર 12 સેકેન્ડમાં પકડશે 300 કિ.મીની સ્પીડ

એક મીડિયા અહેવાલને મુજબ, તાજેતરમાં જ બહાર આવ્યું છે કે કંપનીએ આ માટે ફંડ એકત્ર કરવા માટે વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે. Battista એક હાઈપર ઇલેક્ટ્રિક કાર છે. આ કારનો પહેલો પ્રોટોટાઈપ 2019 જીનીવા ઓટો શોમાં શોકેસ કરવામાં આવ્યો હતો,

Electric Car: આનંદ મહિન્દ્રા લાવી રહી છે ઈલેક્ટ્રિક કાર, માત્ર 12 સેકેન્ડમાં પકડશે 300 કિ.મીની સ્પીડ

નવી દિલ્હી: દેશની અગ્રણી વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra and Mahindra)ના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ખૂબ જ સક્રિય છે. તેઓ ટ્વિટર દ્વારા તેમના વિચારો વ્યક્ત કરે છે અને તેમના અનુયાયીઓ સુધી તેમના મંતવ્યો પહોંચાડે છે. તેઓ ઘણીવાર ટ્વિટર પર અનોખી માહિતી અને વીડિયો પણ શેર કરે છે. હવે તેમણે એક શાનદાર ઈલેક્ટ્રિક કારની 4 તસવીર શેર કરી છે. આ કારની ખાસિયત એ છે કે તે માત્ર 12 સેકન્ડમાં 300 કિમીની સ્પીડ પકડી શકે છે.

હાઈપર ઈલેક્ટ્રિક કાર Battista
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જર્મનીની ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની Automobili Pininfarina પાસેથી ઈલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર Battistaનું પ્રોડક્શન ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહી છે. એક મીડિયા અહેવાલને મુજબ, તાજેતરમાં જ બહાર આવ્યું છે કે કંપનીએ આ માટે ફંડ એકત્ર કરવા માટે વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે. Battista એક હાઈપર ઇલેક્ટ્રિક કાર છે. આ કારનો પહેલો પ્રોટોટાઈપ 2019 જીનીવા ઓટો શોમાં શોકેસ કરવામાં આવ્યો હતો. હવે આનંદ મહિન્દ્રાએ આ ખૂબ જ આકર્ષક કારની તસવીરો રીટ્વીટ કરીને શેર કરી છે.

No description available.

બેટરી અને સ્પીડ
Pininfarina Battista ઈલેક્ટ્રિક કારમાં 120kWh લિથિયમ-આયન બેટરી પેક આપવામાં આવ્યું છે. આ કાર 1900 hpનો પાવર જનરેટ કરે છે. આ કારમાં 4 ઈલેક્ટ્રિક મોટર્સ હશે જે કારના ચાર વ્હીલ્સને અલગ-અલગ પાવર સપ્લાય કરશે. જેના કારણે આ ઈલેક્ટ્રિક કાર સ્પીડ મામલે આગળ નીકળી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, Pininfarina Battista માત્ર 2 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. અને 12 સેકન્ડમાં 300 કિમી પ્રતિ કલાકની સ્પીડ ઝડપી શકે છે. આ ઈલેક્ટ્રિક કારની ટોપ સ્પીડ 350 kmph છે.

No description available.

500 કિમીની રેન્જ
કંપનીનો દાવો છે કે Pininfarina Battista ઈલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જ પર 500 કિમી સુધીનું અંતર કાપી શકે છે. કંપની આ કારના માત્ર 150 યુનિટ જ બનાવશે, જે વિશ્વભરના બજારમાં વેચવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર આ કારના 50 યુનિટ યુરોપમાં, 50 યુનિટ અમેરિકામાં અને 50 યુનિટ પશ્ચિમ એશિયા અને એશિયન માર્કેટમાં વેચવામાં આવશે. હાલમાં, યુએસ અને યુરોપમાં તેના રસ્તાઓ અને ટ્રેક પર ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

No description available.

કિંમત
Pininfarina Battista ઈલેક્ટ્રિક કારની કિંમત આશરે 22 લાખ ડોલર એટલે કે 16.35 કરોડ રૂપિયા હશે. 

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news