શેરબજારમાં હાલમાં અનેક કંપનીઓના આઈપીઓ લોન્ચ થયા છે. જો તમે આ આઈપીઓમાં રોકાણ ન કરી શક્યા હોવ તો નિરાશ થવાની જરૂર નથી. હવે જલદી ઓલા ઈલેક્ટ્રિક સહિત કેટલીક કંપનીઓ પોતાના આઈપીઓ લઈને આવવાની છે. આ કંપનીઓએ સેબી પાસે ડ્રાફ્ટ પેપર જમા કરાવ્યા છે. તમે પણ આઈપીઓમાં રોકાણ કરીને બંપર કમાણી કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલા ઈલેક્ટ્રિકનો આઈપીઓ
રિપોર્ટ મુજબ ઈલેક્ટ્રિક દ્વિચકી વાહન કંપની ઓલા ઈલેક્ટ્રિકે આઈપીઓના માધ્યમથી પૈસા ભેગા કરવા માટે શુક્રવારે બજાર નિયામક સેબી પાસે પ્રાથમિક દસ્તાવેજો જમા કરાવ્યા છે. ઓલાનો આ આઈપીઓ લગભગ 20 વર્ષના લાંબા સમય બાદ કોઈ ઓટો કંપની તરફથી લાવવામાં આવેલો પહેલો આઈપીઓ હશે. તે પહેલા વર્ષ 2003માં કાર નિર્માતા કંપની મારુતિનો આઈપીઓ આવ્યો હતો. સેબીમાં દાખલ કરાયેલા દસ્તાવેજો મુજબ પ્રસ્તાવિત આઈપીઓમાં 5500 કરોડ રૂપિયા સુધીના નવા ઈક્વિટી શેર બહાર પાડવામાં આવશે અને 9,51,91,195 ઈક્વિટી શેરોના વેચાણની રજૂઆત (OFS) સામેલ હશે. ઈશ્યુથી પ્રાપ્ત થનારી આવકનો ઉપયોગ સહયોગી કંપનીઓ તરફથી પૂંજીગત વ્યય, ઓલા ગીગાફેક્ટરી પ્રોજેક્ટ માટે ઓસીટી, સહાયક ઓઈટી દ્વારા લોનનું રીપેમેન્ટ, રિચર્સ એન્ડ ડેવલપમેન્ટમાં રોકાણ અને રૂટીન વર્ક માટે કરવામાં આવશે. કંપની ઈલેક્ટ્રિક વાહનો (ઈવી)સ અને બેટરી પેક તથા મોટર જેવા ઈવીના પ્રમુખ પાર્ટ્સનું વિનિર્માણ કરે છે. 


32 ટકા બજાર ભાગીદારીનો દાવો
કંપની ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) અને બેટરી પેક તથા મોટર જેવા ઈવીના પ્રમુખ પાર્ટ્સ ત ૈયાર ક રે છે. સોસાયટી ઓફ મેન્યુફેક્ચરર્સ ઓફ ઈલેક્ટ્રિક વ્હીકલ્સના આંકડા મુજબ ઓલા ઈલેક્ટ્રિક દેશના ઈલેક્ટ્રિક ટુ વ્હીલર સેગ્મેન્ટમાં સારો એવો દબદબો ધરાવે છે. કંપની તરફથી ટુ વ્હીલર ઈલેક્ટ્રિક માર્કેટમાં 32 ટકા બજાર ભાગીદારીનો દાવો કરાય છે. કંપનીની ટક્કર ટીવીએસ મોટર્સ,  બજાર ઓટો અને એથર એનર્જી જેવા દિગ્ગજો સાથે છે. ઓલાનો આઈપીઓ એવા સમયે આવી રહ્યો છે કે જ્યારે ભારતીય શેર બજારમાં જબરદસ્ત આઈપીઓ આવી રહ્યા છે. આ વર્ષે રેકોર્ડ 213 આઈપીઓ બજારમાં આવ્યા છે. આ વર્ષે આવેલા ટાટા ટેક્નોલોજીસના આઈપીઓએ રોકાણકારોને રિસ્ટિંગના દિવસે જ 140 ટકાનું જબરદસ્ત રિટર્ન આપ્યું. 

ગ્રેટેક્સ શેર બ્રોકિંગે જમા કર્યા દસ્તાવેજ
ગ્રેટેક્સ શેર બ્રોકિંગે આઈપીઓ દ્વારા પૈસા ભેગા કરવા માટે સેબીમાં પ્રાથમિક દસ્તાવેજો દાખલ કર્યા છે. શુક્રવારે રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ આઈપીઓમાં 1.67 કરોડ નવા ઈક્વિટી શેરો ઈશ્યુ કરાશે અને 30.96 લાખ શેરોનું OFS હશે. ઈશ્યુથી મળેલી રકમનો ઉપયોગ કેપિટલ સંબંધિત જરૂરિયાતો અને અન્ય સામાન્ય કંપની કામકાજ માટે કરવામાં આવશે. મુંબઈ સ્થિત ગ્રેટેક્સ શેર બ્રોકિંગ કારોબાર સાથે જોડાયેલી છે. 


ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ
કાર્યસ્થળ સંબધી સમાધાન આપતી કંપની 'ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ' એ આઈપીઓના માધ્યમથી પૈસા  ભેગા કરવા માટે બજાર નિયામક સેબી પાસે પ્રાથમિક દસ્તાવેજો દાખલ કર્યા છે. સેબીમાં દાખલ કરાયેલા દસ્તાવેજો મુજબ પ્રસ્તાવિત આઈપીઓમાં 160 કરોડ રૂપિયા સુધીના નવા શેર ઈશ્યુ કરાશે અને એક કરોડ ઈક્વિટી શેરોનું OFS લાવવામાં આવશે. 


OFS માં શેર વેચનારા પ્રવર્તકોમાં પીક એક્સવી પાર્ટનર્સ ઈન્વેસ્ટમેન્ટ્સ વી (પૂર્વમાં એસસીઆઈ ઈન્વેસ્ટમેન્ટ્સ) અને હાલના શેરધારક બિસ્ક લિમિટેડ અને લિંક ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે. ઈશ્યુથી મળતી રકમનો ઉપયોગ નવા કેન્દ્રોની સ્થાપના, કાર્યશીલ પૂંજી જરૂરિયાતો, અને સામાન્ય કંપની કામકાજ માટે કરવામાં આવશે. સીબીઆરઈના રિપોર્ટ મુજબ આ વર્ષે 30 જૂન સુધીમાં કેન્દ્રોની સંખ્યાના આધાર પર 'ઓફિસ' ભારતમાં અનુકૂળ કાર્યસ્થળ સમાધાન પ્રદાન કરનારી સૌથી મોટી કંપની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube