નવી દિલ્હીઃ જો તમે આઈપીઓમાં રોકાણ કરી કમાણી કરવા ઈચ્છો છો તો તમારા માટે સારા સમાચાર છે. કાલ એટલે કે સોમવાર, 8 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સપ્તાહમાં આઈપીઓ માર્કેટમાં જબરદસ્ત હલચલ રહેશે. આ સપ્તાહે 4 નવા આઈપીઓ લોન્ચ થશે અને ઈન્વેસ્ટરોને ભાગ્ય અજમાવવાની તક મળી શકે છે. આ સિવાય એક કંપનીના શેરનું લિસ્ટિંગ થશે. કૌશલ્યા લોજિસ્ટિક્સ 8 જાન્યુઆરીએ એનએસઈ ઇમર્જ પર પોતાના ઇક્વિટી શેર લિસ્ટ કરશે અને તેની ઈશ્યૂ પ્રાઇઝ 75 રૂપિયા પ્રતિ શેર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી સપ્તાહે Jyoti CNC Automation, Australian Premium Solar, IBL Finance અને New Swan Multitech ના આઈપીઓ ઓપન થશે. આ કંપનીઓ કુલ મળીને 1100 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરશે.


Jyoti CNC Automation IPO
ગુજરાતી કંપની જ્યોતિ સીએનસી પોતાનો આઈપીઓ લાવી રહી છે. આ આઈપીઓ 9 જાન્યુઆરીએ ઓપન થશે અને 11 જાન્યુઆરીએ બંધ થશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 315 રૂપિયાથી 331 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. કંપનીના આઈપીઓની સાઇઝ 1 હજાર કરોડ રૂપિયાની છે. જો તમે આ આઈપીઓ પર દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો નાણાકીય વર્ષ 2023માં કંપનીનો નેટ પ્રોફિટ 15 કરોડ રૂપિયા રહ્યો હતો. જ્યારે એક વર્ષ પહેલા કંપનીને 48 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 


આ પણ વાંચોઃ 3 વર્ષમાં 1 લાખના બની ગયા 46 લાખ, સોલર કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવ્યા માલામાલ


IBL Finance IPO
આ એસએમઈ આઈપીઓ 9 જાન્યુઆરીએ ઓપન થશે. ઈન્વેસ્ટરો પાસે 11 જાન્યુઆરી સુધી આ આઈપીઓમાં દાવ લગાવવાની તક રહેશે. કંપનીએ 51 રૂપિયા આઈપીઓની પ્રાઇઝ નક્કી કરી છે. કંપનીએ 2000 શેરનો એક લોટ બનાવ્યો છે. ઈશ્યૂ સંપૂર્ણ રીતે ફ્રેશ ઈક્વિટી પર આધારિત હશે. કંપની આઈપીઓ દ્વારા 34.3 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરશે. 


New Swan Multitech IPO
આ આઈપીઓ 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ખુલો રહેશે. કંપની એ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 62 રૂપિયાથી 66 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આ ઈશ્યૂની સાઇઝ 33 કરોડ રૂપિયાની છે. કંપની આઈપીઓ દ્વારા 50.16 લાખ ફ્રેશ શેર જારી કરશે. નોંધનીય છે કે આઈપીઓમાં આવેલા ફંડનો ઉપયોગ કંપની લોનની ચુકવણી સહિત અન્ય કામ માટે કરશે. 


આ પણ વાંચોઃ 6-9 મહિનામાં સારી કમાણી કરાવશે આ દિગ્ગજ Cement Stock,જાણો ટાર્ગેટ સહિત તમામ વિગત


Australian Premium Solar IPO
મોનોક્રિસ્ટલાઇન અને પોલીક્રિસ્ટલાઇન સોલર મોડ્યૂલ બનાવનારી કંપની ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલર આઈપીઓ દ્વારા 28 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. આ આઈપીઓ 11 જાન્યુઆરીએ ખુલશે અને 15 જાન્યુઆરીએ બંધ થશે. આ ઈશ્યૂ માટે કંપનીએ પ્રતિ શેર 51-54 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube