Upcoming IPO: ભારતના આઈપીઓ બજાર માટે વર્ષ 2024 નોંધપાત્ર રહ્યું છે. આપણે વર્ષના અંતિમ તબક્કામાં છીએ અને આગામી સપ્તાહે 4 નવા ઈશ્યુ (1 મેનબોર્ડ અને 3 એસએમઈ) અને છ આઈપીઓનું લિસ્ટિંગ જોવા મળશે. આઈપીઓ બજારમાં મજબૂત ગતિ આગામી વર્ષે પણ જારી રહેશે અને કેટલાક નિષ્ણાંતોનું અનુમાન છે કે ફંડ એકત્ર કરવાનો આંકડો 2 લાખ કરોડ રૂપિયાને પાર થઈ જશે. આ વર્ષે કંપનીઓએ મળીને રેકોર્ડ 1.3 લાખ કરોડ રૂપિયા ભેગા કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ આઈપીઓ
ટ્રેક્ટર અને પિક એન્ડ કેરી ક્રેનનું નિર્માણ કરતી કંપની ઈન્ડો ફાર્મા ઈક્વિપમેન્ટનો આઈપીઓ 31 ડિસેમ્બરે ખુલશે અને બે જાન્યુઆરીએ બંધ થશે. 


કંપનીએ આઈપીઓ માટે 204-215 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે, જ્યાં ઈન્વેસ્ટર એક લોટમાં 69 શેર અને ત્યારબાદ મલ્ટીપલમાં શેર ખરીદી શકે છે. ચંદીગઢ સ્થિત કંપનીના આઈપીઓમાં 86 લાખ ઈક્વિટી શેરનો ફ્રેશ ઈશ્યુ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર રણબીર સિંહ ખડવાલિયા દ્વારા 35 લાખ ઈક્વિટી શેરના વેચાણનો પ્રસ્તાવ છે. 


બજાર સૂત્રો અનુસાર અનલિસ્ટેડ માર્કેટમાં Indo Farm Equipment IPO GMP 85 રૂપિયા છે.


આ પણ વાંચોઃ આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, તમારા પૈસા થઈ જશે ડબલ, જોખમ વગર મળશે ગેરેન્ટેડ રિટર્ન


ટેક્નીકેમ ઓર્ગેનિક્સ આઈપીઓ
એસએમઈ સેગમેન્ટમાં ટેક્નીકેમ ઓર્ગેનિક્સ 31 ડિસેમ્બરે સબ્સક્રિપ્શન માટે ખુલશે અને 2 જાન્યુઆરી સુધી ઓપન રહેશે. આ ઈશ્યુ સંપૂર્ણ રીતે 25 કરોડ રૂપિયાના નવા ઈક્વિટી શેરનું વેચાણ છે. આ ઈશ્યુની પ્રાઇસ બેન્ડ 52-55 રૂપિયા પ્રતિ શેર છે. 


ટેક્નીકેમ ઓર્ગેનિટ્ક વિવિધ પ્રકારના રસાયણો, વિશેષ રસાયણો, પિગમેન્ટ અને ડાઈ ઈન્ટરમીડિએટ્સ અને એર ઓક્સીડેશન કેમેસ્ટ્રીના નિર્માણના વ્યવસાયમાં છે. 


કંપની ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ, કોટિંગ્સ, પિગમેન્ટ્સ, ડાયઝ અને અન્ય સહિત વિવિધ ઉદ્યોગોને સેવા આપે છે, જે તેના ઉત્પાદનોની વૈવિધ્યતાને દર્શાવે છે. ટેકનીકેમ ઓર્ગેનિક્સ IPO GMP અનલિસ્ટેડ માર્કેટમાં રૂ. 11 છે.


લિયો ડ્રાઈ ફ્રૂટ્સ એન્ડ સ્પાઇસેઝ ટ્રેડિંગ આઈપીઓ
આ એસએમઈ આઈપીઓ નવા વર્ષમાં 1 જાન્યુઆરી 2025ના સબ્સક્રિપ્શન માટે ખુલશે. આ ઈશ્યુ 3 જાન્યુઆરીએ બંધ થશે. કંપનીના શેર BSE SME પર 8 જાન્યુઆરીએ લિસ્ટ થશે. 


Leo Dry Fruits and Spices IPO ની પ્રાઇસ બેન્ડ 51-52 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીએ 2000 શેરનો એક લોટ બનાવ્યો છે. ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 1 લાખ 4 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. 


લીઓ ડ્રાયફ્રુટ્સ એન્ડ સ્પાઈસીસ ટ્રેડિંગ લિમિટેડ VANDU બ્રાન્ડ હેઠળ વિવિધ પ્રકારના મસાલા અને ડ્રાય ફ્રૂટ્સનો બિઝનેસ કરે છે. તે "FRYD" બ્રાન્ડ હેઠળ સ્થિર અને અર્ધ-તળેલા ઉત્પાદનોનું પણ ઉત્પાદન કરે છે.


બજાર નિષ્ણાંતો અનુસાર અનલિમિટેડ માર્કેટમાં Leo Dry Fruits and Spices IPO GMP શૂન્ય રૂપિયા છે. 


આ પણ વાંચોઃ જલદી કરજો...આજે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો, ચાંદી પણ સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ


ફેબટેક ટેક્નોલોજીસ ક્લીનરૂમ્સ લિમિટેડ IPO
આ અંક 3 જાન્યુઆરી 2025ના રોજ ખુલશે અને 7 જાન્યુઆરી 2025ના રોજ બંધ થશે. હાલમાં તેની પ્રાઇસ બેન્ડ જાહેર કરવામાં આવી નથી.


Fabtech Technologies Cleanrooms Ltd. ફાર્માસ્યુટિકલ, હેલ્થકેર અને બાયોટેક ક્ષેત્રોમાં ક્લીનરૂમ બાંધકામ માટે પ્રી-એન્જિનીયર્ડ અને પ્રી-ફેબ્રિકેટેડ મોડ્યુલર પેનલ્સ અને દરવાજાઓનું ઉત્પાદન કરે છે.