Gold Rate Today: જલદી કરજો...આજે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો, ચાંદી પણ સસ્તી થઈ, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ

Latest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. જો કે સારા સમાચાર એ છે કે સોનાના ભાવમાં આજે પણ કડાકો જોવા મળ્યો છે. ચાંદી પણ સસ્તી થઈ છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો નવા ભાવ ચેક કરી લો. 

Gold Rate Today: જલદી કરજો...આજે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો, ચાંદી પણ સસ્તી થઈ, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવો દબાણમાં જોવા મળ્યાં. જો કે ઘરેલુ વાયદા બજારમાં તેજી જોવા મળ પરંતુ રિટેલ બજારમાં ભાવમાં કડાકો જોવા મળ્યો. આમ સોના અને ચાંદીમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે રિટેલ બજારમાં સોનું અને ચાંદી ગગડ્યા છે. જો તમે સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે તૂટ્યું છે. આજે 140 રૂપિયાના ઘટાડા સાથે સોનું 76,296 રૂપિયાની સપાટીએ ખુલ્યું. જે શુક્રવારે 76,436 રૂપિયાના સ્તર પર બંધ થયું હતું. જ્યારે ચાંદી આજે 401 રૂપિયા ગગડીને 87,430 રૂપિયા પર ખુલી છે. જે શુક્રવારે 87,831 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. આમ સોનું અને ચાંદી બંને ઓપનિંગ રેટમાં ઘટાડા સાથે જોવા મળ્યા છે. શુક્રવારે પણ બંને કડાકા સાથે બંધ થયા હતા. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) December 30, 2024

રિટેલ ભાવ પર ફેરવો નજર

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram :… pic.twitter.com/1cAfdhZxbf

— IBJA (@IBJA1919) December 30, 2024

વાયદા બજારમાં ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 136 રૂપિયાની તેજી સાથે 76,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ સવારે જોવા મળ્યું હતું. શુક્રવારે સોનું 76,544 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યાર ચાંદી આ દરમિયાન 186 રૂપિયાની તેજી સાથે 89,073 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે જોવા મળી જે ગત કારોબારી સત્રમાં 88,887 રૂપિયા પર બંધ થઈ હતી. વાયદા બજારમાં આજે સોનું અને ચાંદી બંને મેટલ તેજી સાથે ખુલ્યા હતાં પરંતુ સવારે 10 વાગ્યા સુધીમાં બંને ઉપલા સ્તરોથી થોડા નીચે સરકેલા જોવા મળ્યા હતા. 

અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news