નવી દિલ્હી: દરેક બેંકના ખાતાધારકોને એક ખુશખબર મળવા જઈ રહી છે. કોઈપણ બેંકમાં ખાતું ધરાવતા ખાતા ધારકો યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) સેવાને સક્રિય કરવા માટે આધાર અને OTPનો ઉપયોગ કરી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપ્ટેમ્બર 2021માં  લોન્ચ કરવામાં આવ્યું હતું ફીચર
હાલમાં, ખાતાધારકોને UPI સક્રિય કરવા માટે માત્ર ડેબિટ કાર્ડનો વિકલ્પ આપવામાં આવતો હતો. ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત સમાચાર અનુસાર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા આ ફીચરને સપ્ટેમ્બર 2021માં લોન્ચ કરવામાં આવ્યું હતું.


15 ડિસેમ્બરથી શરૂ કરવાનું હતું લક્ષ્ય 
તે સમયે આ સર્વિસને 15 ડિસેમ્બર 2021 સુધીમાં શરૂ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. ET રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જે ગ્રાહકો પાસે ડેબિટ કાર્ડ નથી અથવા જેમનું કાર્ડ એક્ટિવેટ નથી, તેઓ હવે આધાર અને OTP સાથે UPI એક્ટિવેટ કરી શકે છે.


15 માર્ચ સુધી લંબાવવામાં આવી તારીખ
જાણકારી અનુસાર આવું NPCI ને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે કનેક્ટ કરીને સંભવ બનાવ્યું છે. એટલે કે હવે ડેબિટ કાર્ડ સિવાય ગ્રાહકો આધાર OTP ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને UPI એક્ટિવેટ કરી શકશે. નવી સિસ્ટમના અમલીકરણની તારીખ 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે.


આવું ત્યારે જ સંભવ થશે, જ્યારે UPI એપ્લીકેશનને તે મોબાઈલ પર ઉપયોગ કરવામાં આવે છે, જેમાં આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે અને આજ નંબર બેંકની સાથે રજિસ્ટર્ડ છે. મોટાભાગની મોબાઈલ એપ્લિકેશનમાં ગ્રાહકોને ડેબિટ કાર્ડ સાથે જોડવાનું હોય છે. એટલે કે જેમની પાસે ડિજિટલ બેંકીંગનો એક્સેસ હોય છે, તે જ UPI નો ઉપયોગ કરી શકે છે.