How To Reverse Upi Transaction: શું તમારી સાથે પણ ક્યારેય એવું થયું છે કે તમે યુપીઆઈ તો કોઈ એક વ્યક્તિને કરવા માંગતા હતા પરંતુ ભૂલથી તમે કોઈ બીજાને કરી દીધુ હોય. ત્યારબાદ તમે ખુબ પરેશાન પણ થયા હશો. પરંતુ શું તમને ખબર છે કે જો તમારી સાથે પહેલા પણ ક્યારેય આવું થયું હોય અને ભવિષ્યમાં આવું ન થાય તો તમારે આ ટિપ્સને ધ્યાનમાં રાખવી જોઈએ અને તેને ફોલો કરવી જોઈએ. તેનાથી તમારું ખોટું ટ્રાન્ઝેક્શન પાછું આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કસ્ટરમર સર્વિસનો સંપર્ક કરો
જો તમારી સાથે પણ આવું થઈ જાય તો તમે તરત તમારા બેંકના કસ્ટમર સર્વિસ ડિપાર્ટમેન્ટ કે UPI સર્વિસ પ્રોવાઈડરો સંપર્ક કરો. આ સાથે જ તેમણે કેસ સંલગ્ન સંપૂર્ણ જાણકારી જેમ કે લેવડદેવડનો રિવરેન્સ નંબર, તિથિ, રાશિ અને સમય વગેરે. આ જાણકારી આપવા માત્રથી તમારું ટ્રાન્ઝેક્શન પાછું આવી શકશે નહીં. 


સમગ્ર મામલો સમજાવો
કસ્ટમર સર્વિસ પર સંપૂર્ણ વિગતો સમજાવો. રિવર્સ ટ્રાન્ઝેક્શનનું કારણ જણાવો. જેવું તમે તેમને જણાવશો કે ખોટી વ્યક્તિને પૈસા ગયા છે અને અનઓથોરાઈઝ્ડ ટ્રાન્ઝેક્શન છે. કસ્ટમર સર્વિસ સ્ટાફ તમારી સમસ્યાનું મૂલ્યાંકન કરવા માટે તમારા દ્વારા અપાયેલી જાણકારીનો ઉપયોગ કરશે. 


સમયની મર્યાદા
રિવર્સલની ભલામણ કરતી વખતે બેંક કે યુપીઆઈ સર્વિસ પ્રોવાઈડર દ્વારા લગાવવામાં આવેલા કોઈ પણ સમય મર્યાદા પ્રતિ સાવધાન રહો. જ્યારે પ્રક્રિયા નિર્ધારિત સમય મર્યાદાની અંદર શરૂ થાય તો તેની સફળ થવાની સંભાવના વધી જાય છે. 


અપ્રુવલની રાહ જુઓ
તમારા દ્વારા અપાયેલી જાણકારી સબમિટ કર્યા બાદ તમારી બેંક કે યુપીઆઈ સર્વિસ પ્રોવાઈડર તમારી સમસ્યાની તપાસ કરશે. જો તે સ્વીકારી લેવામાં આવશે અને રિવર્સલની જરૂરિયાતોને પૂરી કરશે તો તેઓ યુપીઆઈ ઓટો રિવર્સલ પ્રક્રિયા શરૂ કરશે. 


પુષ્ટિ
તમારી બેંક કે યુપીઆઈ સર્વિસ પ્રોવાઈડર તમારા રિવર્સલના પરિણામો વિશે લેખિતમાં જાણ કરશે. સફળતાપૂર્વક રિફંડ કરાયેલી રકમ તમારા ખાતામાં પાછી જોડવામાં આવશે. યાદ રાખો કે આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે. 


સાવધાન અને સતર્ક રહો
કેટલીક પરિસ્થિતિઓમાં યુપીઆઈ લેવડદેવડ પાછી થઈ શકે છે. પરંતુ રોકથામ હંમેશા કાર્યવાહીની સૌથી સારી રીત છે. ડિજિટલ પેમેન્ટમાં કોઈ પણ પ્રકારની પરેશાનીથી બચવા માટે તમે ટ્રાન્ઝેક્શન પર નજર રાખો અને સાવધાની વર્તો. તમારું યુપીઆઈ પીન હંમેશા સુરક્ષિત રાખો અને જેને તમે પૈસા મોકલી રહ્યા છો તેમની જાણકારી ફરીથી એકવાર ચકાસીને જ ટ્રાન્ઝેક્શનને અંજામ આપો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube