ફરી એકવાર ગોધરાની ઘટના ચર્ચામાં! 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ પર PM મોદીનું નિવેદન, દેશભરમાં ચર્ચા

PM Modi comment on Sabarmati Report: પ્રધાનમંત્રી મોદીએ એક ટ્વીટના જવાબમાં લખ્યું કે સારું છે કે આ સચ્ચાઈ સામે આવી રહી છે અને તે પણ એવી રીતે કે સામાન્ય લોકો તેને જોઈ શકે. એક ખોટી નેરેટિવ લાંબો સમય ટકી શકતી નથી. અંતમાં સત્ય હંમેશા સામે આવે છે.

ફરી એકવાર ગોધરાની ઘટના ચર્ચામાં! 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ પર PM મોદીનું નિવેદન, દેશભરમાં ચર્ચા

Sabarmati Report Movie: હાલમાં રિલીઝ થયેલી વિક્રાંત મેસીની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' એ એક વાર ફરી ગોધરા કાંડની ઘટનાને ચર્ચામાં લાવી દીધી છે. ફિલ્મ ગોધરા કાંડમાં સાબરમતી એક્સપ્રેસમાં થયેલી આગચંપી અને તેમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની દર્દનાક કહાનીને દેખાડવામાં આવી છે. ફિલ્મની રિલીઝ પહેલા જ તેના સંવેદનશીલ મુદ્દાને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ફિલ્મ પર પ્રતિક્રિયા આપી છે, તેમનું ટ્વિટ જોરદાર વાયરલ થઈ રહ્યું છે.

'સારું છે કે આ સચ્ચાઈ સામે આવી'
પ્રધાનમંત્રી મોદીએ એક ટ્વિટના જવાબમાં લખ્યું કે, સારું છે કે આ હકીકત લોકોની સામે આવી રહી છે અને તે પણ એ રીતે કે સામાન્ય લોકો તેને જોઈ શકે. એક બોગસ નેરેટિવ લાંબા સમય સુધી ટકી શકતી નથી. અંતમાં, સચ્ચાઈ હંમેશાં સામે આવી છે. પીએમ મોદીએ આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર લોકો જોરદાર પ્રતિક્રિયા આપવા લાગ્યા છે. લોકો પીએમના ટ્વીટનું સમર્થન પણ કરી રહ્યા છે, તો અમુક લોકો મિક્ષ અભિપ્રાયો આપી રહ્યા છે.

પીએમ મોદીનું આ ટ્વિટ આલોક ભટ્ટના તે ટ્વીટના રિપ્લાયમાં હતું, જેમાં તેમણે ફિલ્મને જરૂર જોવા લાયક ગણાવી. આલોક ભટ્ટે લખ્યું કે ફિલ્મમાં ગોધરા કાંડની સચ્ચાઈને ખુબ જ સંવેદનશીલતાથી દેખાડવામાં આવી છે. આ તે 59 માસૂમ યાત્રીઓ માટે એક શ્રદ્ધાંજલિ છે, જેમણે આ ભયાનક ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો. પીએમ મોદીના જવાબ બાદ આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર વધુ ચર્ચાઓ ફેલાઈ રહી છે.

A fake narrative can persist only for a limited period of time. Eventually, the facts will always come out! https://t.co/8XXo5hQe2y

— Narendra Modi (@narendramodi) November 17, 2024

'ધ સાબરમતી રિપોર્ટ' ગોધરા કાંડ પર આધારિત
તમને ખબર હોય તો વિક્રાંત મેસીની આ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ગોધરા કાંડ પર આઘારિત છે અને તેણે બનાવવામાં ઘણું રિસર્ચ અને સંવેદનશીલતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં ગોધરા કાંડના અલગ અલગ પાસાઓ દર્શાવવામાં આવ્યા છે અને તેને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ઘણા લોકોએ ફિલ્મના વખાણ કર્યા છે કારણ કે તેમાં કોઈપણ પક્ષપાત વિના સત્ય બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જ્યારે કેટલાકે તેને એકતરફી ગણાવી છે.

ફિલ્મ પર દર્શકોની પણ આવી રહ્યા છે રિએક્શન
ફિલ્મ રિલીઝ થયા બાદથી જ સોશિયલ મીડિયા પર દર્શકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા લોકો તેને એક સાહસિક પ્રયાસ માની રહ્યા છે, જે ગોધરાની ઘટનાનું સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે, કેટલાક લોકો તેને રાજકીય હેતુઓથી પ્રેરિત ફિલ્મ પણ ગણાવી રહ્યા છે. આમ છતાં 'સાબરમતી રિપોર્ટ'એ પ્રેક્ષકોમાં નવી ચર્ચા જગાવી છે અને ફરી એકવાર ગોધરાની ઘટના ચર્ચામાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news