ટ્રમ્પ જીતે કે બાઇડેન, સોનું આંબશે નવી ઉંચાઇ, આગામી દિવાળી સુધી ભાવ પહોંચશે 60,000ને પાર
અમેરિકાની ચૂંટણીની અસર દુનિયાભરના શેર બજાર, સોના અને મુદ્રા બજાર પર જોવા મળી રહી છે.વિશેષજ્ઞોનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જીતે કે બાઇડેન, બંનેની સ્થિતિમાં સોનામાં તેજી નક્કી છે.
નવી દિલ્હી: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી (US President Election) માં કોણ જીતશે, ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) કે જો બાઇડેન (Joe Biden) તેના પર હવે ચિત્ર સ્પષ્ટ થઇ ચૂક્યું છે, પરંતુ એકવાત સ્પષ્ટ છે કે સોનાનો ભાવ (Gold Prices) નો ભાવ નવી ઉંચાઇએ પહોંચી જશે.
સોનાનો ભાવ વધશે
હિંદી સમાચાર પત્ર 'હિંદુસ્તાન'ના અનુસાર અમેરિકાની ચૂંટણીની અસર દુનિયાભરના શેર બજાર, સોના અને મુદ્રા બજાર પર જોવા મળી રહી છે.વિશેષજ્ઞોનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જીતે કે બાઇડેન, બંનેની સ્થિતિમાં સોનામાં તેજી નક્કી છે. હિંદુસ્તાન સમાચાર પત્રને કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે ભારતીય બજારમાં સોનું હજું 51,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યું છે. અમેરિકન ચૂંટણી બાદ તેમાં ફરીથી તેજી આવવાની આશા છે.
શું તમારી પાસે છે આ લકી નંબરની નોટ, તો દિવાળી પર તમે પણ બની શકો લખપતિ
આગામી દિવાળી સોનું 60,000 સુધી
અજય કેડિયાના અનુસાર 'તહેવારોની સીઝનથી ઘરેલૂ માંગ પણ વધી છે. એવામાં જો એક વર્ષ એટલે કે આગામી દિવાળી સુધી લક્ષ્ય રાખીએ તો સોનાનો ભાવ 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જશે. અજય કેડિયાનું કહેવું છે કે જો બાઇડેન ચૂંટણી જીતે છે તો શેરબજારમાં દબાણ વધશે. આમ એટલા માટે કે ટ્રમ્પ દૂર થતાં અમેરિકામાં જે પણ યોજનાઓ ચાલી રહી છે અથવા જેના પર કામ થવાનું છે. તેને લઇને અનિશ્વિતતા વધી જશે. બાઇડેન પહેલાંથી જ ટ્રમ્પની નીતિઓની ટીકા કરી રહ્યા છે.
સોનામાં આવી તેજી
આજે સોનામાં તેજી જોવા મળી હતી. MCX પર સોનું ડિસેમ્બર વાયદા 400 રૂપિયાની મજબૂતી સાથે 51200ની ઉપર કારોબાર કરી રહ્યું છે. ચાંદીમાં પણ 700 રૂપિયાની તેજી જોવા મળી છે. ગઇકાલે સોનું 50820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ગઇકાલે સોનીબજારમાં 111 રૂપિયાની મજૂબતી સાથે 50,743 રૂપિયા પ્રતિ ગ્રામ પર બંધ થયું હતું. જોકે ચાંદીની કિંમતમાં 1266 રૂપિયાની નરમાઇ જોવા મળી હતી.
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube