શું તમારી પાસે છે આ લકી નંબરની નોટ, તો દિવાળી પર તમે પણ બની શકો લખપતિ

જો તમારી પાસે કોઇપણ નોટ હોય અને તેમાં અંકોની રીરીઝ અથવા નંબર નોટની ઉપર નીચે લખેલા હોય છે, જો તે એક સમાન છે તો પણ તમારે શાનદાર કમાણી થઇ શકે છે.

શું તમારી પાસે છે આ લકી નંબરની નોટ, તો દિવાળી પર તમે પણ બની શકો લખપતિ

નવી દિલ્હી: શું તમને પણ નોટો અથવા સિક્કા સંગ્રહ કરવાનો શોખ છે, તો તમે તમારા આ શોખ વડે મોટી કમાણી પણ કરી શકો છો. જો તમારી પાસે બેંક નોટનું કલેક્શન છે અન તેમાં 786 નંબરની સીરીઝવાળી નોટ છે, તો પછી તમારે મોડું કરવાની જરૂર નથી. તમે ઝડપથી ઇ-બેની વેબસાઇટ પર જાવ અને ત્યાં તમારી નોટને હજારી માટે મુકી શકો છો.  

ઇન્ડિયન કરન્સીની અનોખી નોટોની બોલી ઇ-બે પર લાગે છે. ઇ-બે નોટોની બોલી લગાવે છે. આ બોલીમાં કોઇપણ સામાન્ય વ્યક્તિ ભાગ લઇ શકે છે. જેની પાસે પણ 786 ડિજિટવાળી નોટ છે તેમાં નોટની એક બોલીમાં 3 લાખ રૂપિયા સુધી મળી શકે છે. આ 786 તે નંબર છે જેને અમિતાભ બચ્ચન પણ લકી ગણે છે .અમિતાભ બચ્ચનની ફિલ્મ કુલીમાં 786 નંબરનો બિલ્લો લગાવે છે અને આ તેમનો લકી નંબર સાબિત થાય છે. 

જો તમારી પાસે કોઇપણ નોટ હોય અને તેમાં અંકોની રીરીઝ અથવા નંબર નોટની ઉપર નીચે લખેલા હોય છે, જો તે એક સમાન છે તો પણ તમારે શાનદાર કમાણી થઇ શકે છે. તાજેતરમાં જ એક દસ રૂપિયાની નોટ જેમાં અંકોની સીરીઝ સમાન હતી. તે નોટ 3300 રૂપિયામાં હજારી થઇ. 

આ પ્રકારે 1951માં છપાયેલી 10 રૂપિયાની એક જૂની નોટ સફેદ અને લાઇન વાદળી રંગમાં છે. જો તમારી પાસે આ નોટ છે તો તેની કિંમત 1 લાખ રૂપિયા સુધી મળી શકે છે. ખૂબ જ જૂની હોવાથી આ નોટ ખૂબ અનોખી ગણવામાં આવે છે. એવામાં જો તમારી પાસે એક રૂપિયાની નોટ હોય, જેને 1917માં છાપવામાં આવી હતી. આ નોટની કીંમત અત્યારે 10,250 રૂપિયા છે. એટલેજો તમારી પાસે આવી નોટ છે તો તેની બોલી લાગતાં તમને 10,250 રૂપિયા મળી જશે. 

જો તમારી પાસે કોઇ નોટની ગડ્ડી છે, જેમા6 નોટોમાં લખેલી સીરીઝ એક જેવી હોય. જેમ કે માની લો કોઇ 10 રૂપિયાની ગડ્ડી છે, તેની સીરીઝ 999999 એક નોટની છે. બીજી નોટની સીરીઝ 888888, ત્રીજી નોટની સીરીઝ 777777, ચોથી નોટની સીરીઝ 666666 છે. આ પ્રકારે અંતમાં 111111 ની નોટ છે. એવામાં નોટોની પણ સારી રકમ મળે છે.તાજેતરમાં 10 રૂપિયાની ગડ્ડી હતી, જેમાં  111111 થી માંડીને 888888 સુધીની સીરીઝ મળી ગઇ. આ 8 નોટ જેનું કુલ મૂલ્ય 80 રૂપિયા હતું. ઇ-બે પર 2,399 રૂપિયામાં વેચાઇ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news