USIBC અને KPMG ઈન્ડીયાએ રજૂ કર્યો `ઈન્ડીયા પાર્ટનરશીપ- રોડ ટુ પ્રોસ્પેરિટી` રિપોર્ટ
યુએસ-ઈન્ડીયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી) દ્વારા કેપીએમજીના સહયોગથી `ઈન્ડીયા પાર્ટનરશીપ- રોડ ટુ પ્રોસ્પેરિટી` અંગેનો અહેવાલ વાયબ્રન્ટ ગુજરાત સમીટ 2019 પ્રસંગે યોજાયેલા યુએસ કન્ટ્રી સેમિનારમાં રજૂ કર્યો છે. આ અહેવાલ ગવર્નર ઓફ કેનટુકી મેટ્ટ બેવીન, પી.કે. ગેરા - ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિ.ના એમડી અને અરૂણકુમાર-કેપીએમજી ઈન્ડિયાના સીઈઓ અને ચેરમેન અને યુએસઆઈબીસી ઈન્ડિયા ઓથોરિટી કાઉન્સિલના ચેરમેન તથા યુએસઆઈબીસીના પ્રેસિડેન્ટ નીશા બિસવાલે રજૂ કર્યો હતો.
ગાંધીનગર : યુએસ-ઈન્ડીયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી) દ્વારા કેપીએમજીના સહયોગથી 'ઈન્ડીયા પાર્ટનરશીપ- રોડ ટુ પ્રોસ્પેરિટી' અંગેનો અહેવાલ વાયબ્રન્ટ ગુજરાત સમીટ 2019 પ્રસંગે યોજાયેલા યુએસ કન્ટ્રી સેમિનારમાં રજૂ કર્યો છે. આ અહેવાલ ગવર્નર ઓફ કેનટુકી મેટ્ટ બેવીન, પી.કે. ગેરા - ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિ.ના એમડી અને અરૂણકુમાર-કેપીએમજી ઈન્ડિયાના સીઈઓ અને ચેરમેન અને યુએસઆઈબીસી ઈન્ડિયા ઓથોરિટી કાઉન્સિલના ચેરમેન તથા યુએસઆઈબીસીના પ્રેસિડેન્ટ નીશા બિસવાલે રજૂ કર્યો હતો.
Vibrant Summit 2019 : ગુજરાતમાં 3.86 લાખ કરોડના રોકાણની જાહેરાત, જાણો કઇ કંપની કેટલું કરશે રોકાણ
ભારત અને અમેરિકા વચ્ચે વિસ્તરતી જતી વ્યૂહાત્મક રિલેશનશીપ અને બંને દેશો વચ્ચે વેપાર- વાણિજ્યને નવો વેગ આપવા આ અહેવાલમાં ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. અહેવાલમાં 7 મહત્વનાં ક્ષેત્રો દર્શાવાયા છે કે જેમાં ઉદ્યોગ જગત ભારત સરકારના ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાના, ખેડૂતોની આવક બમણી કરવાના અને ખેત ઉત્પાદનને સહયોગ આપવાના તથા લોકોથી લોકો વચ્ચેના જોડાણો મારફતે શિક્ષણ, પ્રવાસન અને ભવિષ્યના કૌશલ્ય માટે મૂડી રોકાણ વડે 22મી સદીના મેન્યુફેક્ચરીંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોસાય તેવા દરે ઉર્જા, સંરક્ષણ અને એરો સ્પેસ ઈન્ડસ્ટ્રિયલ ઈકો-સિસ્ટમ તથા ભારતમાં ડીજીટલ લીડરશીપને પ્રોત્સાહિત કરવાના મુદ્દાઓનો સમાવેશ કરાયો છે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ યુએસ કન્ટ્રી સેમિનારમાં અધ્યક્ષપદે ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં વિશ્વના ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સેમિનારમાં દ્વિપક્ષી વેપારને પ્રોત્સાહિત કરવા, યુએસ- ઈન્ડિયા કોરિડોરમાં વ્યાપારી સંબંધો માટે હવે પછી લેવાનારા પગલાં અંગે સંવાદ તથા બ્રેઈનસ્ટોર્મીંગ ચર્ચા થઈ હતી. આ સેમિનારમાં હાજર રહેલા પ્રતિનિધિઓને ગુજરાતમાં મૂડી રોકાણની વિવિધ તકો અંગે ખ્યાલ આપવામાં આવ્યો હતો.
કેનટુકીના ગવર્નર માન. મેટ્ટ બેવીને જણાવ્યું હતું કે "વર્તમાન સમયમાં ભારત અને અમેરિકા વચ્ચેના બિઝનેસ અંગે બંને દેશોની સરકારો અનોખી તકો દર્શાવીને સંબંધો મજબૂત કરી રહી છે. આ સંબંધો રાજ્યો અને શહેરોમાં તો દ્રઢ તો બન્યા જ છે, સાથે સાથે ભવિષ્યના ટેકનિકલ અને વ્યૂહાત્મક પડકારો હલ કરવા માટે પણ સજ્જ બન્યા છે. અમેરિકા અને ભારત વચ્ચેનો દ્વિપક્ષી વેપાર વૃધ્ધિ પામીને છેલ્લા દાયકામાં 120 અબજ ડોલરનો થયો છે. આજે ભારતનો સમાવેશ અમેરિકાના સૌથી મોટા 10 ટ્રેડીંગ પાર્ટનરમાં થાય છે. ઝડપભેર વિકાસ પામી રહેલા મધ્યમ વર્ગ કે જેની સંખ્યા વર્ષ 2025માં 547 મિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે. આ કારણે ભારતનો વૃધ્ધિ દર આ વર્ષે 7.3 ટકા રહેવાની આગાહી કરાઈ છે. તેનાથી આપણને સબનેશનલ લેવલે જે લોકો સક્રિય છે તેમને વાણિજયિક અને ઈનોવેશન ક્ષેત્રે તકો પ્રાપ્ત થશે. આ કારણે યુએસ ઈન્ડિયા કોરિડોરના બિઝનેસ ક્ષેત્રના આગેવાનો આજે અહીં આપણી સાથે છે અને તે બંને દિશાઓમાં મૂડી રોકાણના પ્રવાહોને આગળ ધપાવશે."
Hero એ 50 હજારથી પણ ઓછી કિંમતમાં લોંચ કરી નવી બાઈક, ધમાકેદાર છે ફીચર્સ
આ પ્રસંગે પ્રતિભાવ આપતાં યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રેસિડેન્ટ નીશા બિસવાલે જણાવ્યું હતું કે "યુએસઆઈબીસી વધુ એક વાર વાયબ્રન્ટ ગુજરાત સમીટનો હિસ્સો બનતાં આનંદ અનુભવી રહ્યું છે અને આ મહત્વના પ્લેટફોર્મ પર રિપોર્ટ રજૂ કરતાં અમે રોમાંચ અનુભવીએ છીએ. આ અહેવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સપ્ટેમ્બર, 2018માં યુએસઆઈબીસીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકનો નિચોડ છે. આ બેઠકમાં અમે ઉદ્યોગ કઈ રીતે સરકાર સાથે રહીને બીગ આઈડિયાઝ અંગે કામ કરીને આપણાં સમુદાયો ઉપર એકત્રીત અસર ઉભી કરી શકે તેની ચર્ચા થઈ હતી. આ અહેવાલ રજૂ કરવાની સાથે અમે વર્ષ 2022 સુધીમાં નરેન્દ્ર મોદીના ન્યૂ ઈન્ડિયા વિઝન ને સાકાર કરવા માટે તંદુરસ્ત મૂડી રોકાણના વાતાવરણને વેગ આપવા અને સહયોગ પૂરો પાડવા અંગે ખાત્રી આપીએ છીએ." કેપીએમજી ઈન્ડિયાના ચેરમેન અને સીઈઓ અરૂણકુમારે જણાવ્યું હતું કે "કેપીએમજી ઈન્ડિયા ભારતના અર્થતંત્રમાં ઔદ્યોગિક દ્રષ્ટિકોણ, તમામ મહત્વનાં ક્ષેત્રો તથા વિષયો ઉપર પરિવર્તનલક્ષી પરિણામો માટે એક્શન આધારિત સહયોગ આપવાનું ગૌરવ અનુભવે છે."
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની તમામ અપડેટ જાણવા અહીં ક્લિક કરો
વાયબ્રન્ટ ગુજરાત સમીટ 2019માં યુએસઆઈબીસીના ડેલિગેશનનો હિસ્સો બનેલી અગ્રણી કંપનીઓ અને પોલિસી મેકર્સ હાજર રહ્યા હતા, જેમાં કોવિન્ગ્ટન એન્ડ બર્નિંગ, કેપીએમજી, નાસડેક, લૉકહીડ માર્ટીન, એમેઝોન, ઉબેર, રોબીન્સ એન્ટરપ્રાઈઝ, આઈબીએમ, એબોટ, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, સન્નામ એસ4, અમેરિકન ટાવર કોર્પોરેશન, ગ્રાન્ટ થોર્ટન, કેબિનેટ ફોર ઈકોનોમિક ડેવલપમેન્ટ, સ્ટેટ ઓફ કેનટુકી, કેનટુકી ચેમ્બર ઓફ કોમર્સ, એરિઝોના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ઈન્ડિયાના- ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને ઈન્ડિયાના ઈકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશનનો સમાવેશ થાય છે.
VIBRANT GUJARAT 2019: નેધરલેન્ડ-ગુજરાતનો સંબંધ ગાઢ બન્યો, થશે આ 10 સમજૂતિના કરાર
યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અંગેઃ
અમેરિકા અને ભારતની સરકારોની વિનંતીથી 1975માં રચાયેલ યુએસ- ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ એ ટોચની બિઝનેસ એડવોકસી સંસ્થા છે, જેમાં અમેરિકા અને ભારતની ટોચની કંપનીઓ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી સંબંધોને આગળ ધપાવી રહી છે. યુએસઆઈબીસી એ અમેરિકાનું સૌથી મોટું દ્વિપક્ષી વેપાર માટેનું સંગઠન છે અને તે વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે. ન્યૂયોર્ક, સાનફ્રાન્સિસકો, નવી દિલ્હી અને મુંબઈમાં હાજરી ધરાવે છે.