વડોદરા :પિતાનો કરોડોનો કારોબાર છોડીને વડોદરાનો યુવક શિમલાની એક હોટલમાં વાસણ ધોવાનું કામ કરતો હતો. 22 દિવસ બાદ આ યુવકનો પરિવાર સાથે ભેટો થયો હતો. આ સમાચાર ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા. આ યુવક ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) ને કારણે ફરીથી ચર્ચામાં આવ્યો છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ વડોદરાના આ યુવકને નોકરીની ઓફર આપી છે. હાલ સોશિયલ મીડિયા (Social Media) પર આનંદ મહિન્દ્રાની વડોદરા (Vadodara) ના યુવકને કરાયેલી આ ઓફર વાયરલ થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 નવેમ્બરે સત્તાવાર શિયાળો બેસે તે પહેલા જ ગુજરાતમાં માવઠું, આજથી બે દિવસ પડશે વરસાદી ઝાપટા


આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર આપી ઓફર
દ્વારકેશ નામના યુવકના સમાચાર વાયુવેગે ફેલાતા આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર લખ્યું કે, ‘હું આ યુવકનો પ્રશંસક છું. તે પોતાની કાબેલિયત પર આગળ વધવા માંગે છે. હાલ એવું લાગે છે કે, તેણે ઘર છોડી દીધું, પણ ભવિષ્યમાં તે સફળ, આત્મનિર્ભર ઉદ્યોગપતિ બની શકે છે. હું મારી કંપની મહિન્દ્રા રાઈઝમાં આ યુવકને ઈન્ટરનર્શિપ કરવાની ઓફર આપીને ખુશી અનુભવુ છું.’



વડોદરાનો દ્વારકેશ શિમલા પહોંચ્યો હતો
વડોદરાના પાદરા તાલુકાનો 19 વર્ષીય કરોડપતિ ખાનદાનનો યુવક થોડા સમય પહેલા રહસ્યમ સંજોગોમાં ગુમ થયો હતો. ત્યારે આ યુવક શિમલાની એક હોટલમાં વાસણ ધોતો મળી આવ્યો હતો. પાદરા પોલીસ મથકે ફરજ બજાવતા સંજયસિંહ ગોહિલે યુવકને શિમલામાંથી શોધી કાઢ્યો હતો. પાદરાના ગાંધી ચોક બજારમાં પ્રતિષ્ઠિત એવા તેલના વેપારી રાકેશભાઈ ઘનશ્યામભાઈ ઠક્કરનો પુત્ર દ્વારકેશ એસવીઆઈટી કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે ગત 14 ઓક્ટોબરના રોજ કોલેજ જવાનું કહીને ઘરમાંથી નીકળી ગયો હતો. મોડી સાંજ સુધી દીકરો પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે, ક્યાંય દ્વારકેશનો સંપર્ક થયો ન હતો. તેના મોબાઈલ પર પણ તેનો સંપર્ક થઈ શક્યો ન હતો. પોલીસ તેની મીસિંગ રિપોર્ટ પણ લખાવી હતી. પણ 22 દિવસથી ગુમ દ્વારકેશના કોઈ સમાચાર મળ્યા ન હતા. ત્યારે પાદરાના ડી સ્ટાફના સંજયસિંહ ગોલિહ તથા તાલુકા પોલીસ સ્ટેશનના ભૂપેન્દ્રસિંહ મહીડા પોતાના પરિવાર સાથે શિમલા ફરવા ગયા હતા, ત્યારે પોલીસે તેઓને દ્વારકેશનો ફોટો મોકલ્યો હતો, અને તેને શોધવા માટે જણાવ્યું હતું. સંજયસિંહ ગોહિલ તથા ભૂપેન્દ્રસિંહ મહિડાએ શિમલાના બજારમાં હોટલ તથા ખાણીપીણીની દુકાનોમાં ફરીને દ્વારકેશનો ફોટો બતાવી તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે શિમલાના એક ટેક્સી ડ્રાઈવરને દ્વારકેશ ફૂટપાથ પર સૂતેલો દેખાયો હતો, જેણે ફોન કરીને પોલીસને જાણ કરી હતી. આમ, ડ્રાઈવર દ્વારા સંજયસિંહનો દ્વારકેશ સાથે ભેટો થયો હતો. ત્યારે સંજયસિંહે દ્વારકેશનો કબજો લઈ પરિવારને તથા પાદરા પોલીસને જાણ કરી હતી. 22 દિવસ બાદ પુત્ર સાથે મિલન થતા જ પરિવાર ખુશખુશ થઈ ગયો હતો, અને દીકરાને લેવા શિમલા પહોંચ્યો હતો. 


સૂઈગામના ખેડૂતો માટે નર્મદાની કેનાલો આશીર્વાદ નહિ, પણ અભિશાપ બની



હોટલમાં નોકરી કરતો હતો દ્વારકેશ
માલેતુજાર પરિવારનો દ્વારકેશ ઘરમાંથી નીકળ્યો હતો ત્યારે તેની પાસે માત્ર 2500 રૂપિયા હતા. તે ટ્રેન દ્વારા દિલ્હીથી સિમલા પહોંચ્યો હતો. શિમલા પહોંચીને તે થોડા દિવસ આમતેમ ભટક્યો હતો. રાત્રે ફૂટપાથ પર સૂઈ જતો. બાદમાં રૂપિયા ખૂટી જતા તે શિમલાની ખાણીપીણીની લારીઓ પર કામ કરતો હતો.  


ઘર છોડવાનું આ કારણ હતું...
દ્વારકેશને મળીને પરિવારે તથા પોલીસે ઘરમાંથી ભાગી જવાનું કારણ પૂછ્યું હતું. ત્યારે તેણે જણાવ્યું હતું કે, પરિણામ સારુ નહિ આવે તેના ડરથી તે ઘરમાંથી નીકળી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, દ્વારકેશ ઠક્કર એસવીઆઈટી કોલેજમાં મિકેનિકલના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube