15 નવેમ્બરે સત્તાવાર શિયાળો બેસે તે પહેલા જ ગુજરાતમાં માવઠું, આજથી બે દિવસ પડશે વરસાદી ઝાપટા
Trending Photos
અમદાવાદ :રાજસ્થાનથી ગુજરાત તરફ ડિસ્ટરબન્સના કારણે ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદની આગાહી છે. 15 તારીખે સત્તાવાર રીતે શિયાળો શરૂ થાય એ પહેલાંના બે દિવસ ગુજરાતના ખેડૂતો માટે મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે. આજે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. મધ્ય ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે. મોરબી, રાજકોટ, જામનગરમાં વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. બનાસકાંઠા અને પોરબંદરમાં પણ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં આવતી કાલે માવઠાની આગાહી આપવામાં આવી છે. તમામ ખેડૂતોએ પોતાની જણસીને સુરક્ષિત સ્થળે ખસેડી લેવાની ફરજ પડશે. જો કે દરિયાઈ વિસ્તાર માટે કોઈ આગાહી નથી. રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં 15 તારીખથી સત્તાવાર રીતે શિયાળો બેસતો હોવાની આગાહી આપી છે એના આગળના બે દિવસ માવઠું થવાની પણ આગાહી આપી છે.
હાલ ક્યાં ક્યાં વરસાદ વરસ્યો
અમરેલીના બાબરા ગામે કમોસમી વરસાદ વરસી પડ્યો હતો. વરસાદ પડતા કપાસનો પાક વાવેલા ખેડૂતોમાં ચિંતા ઉપજી છે. તો બનાસકાંઠાના થરાદ અને લાખણી પંથકમાં પણ કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. થરાદના જેતડાના આજુબાજુના વિસ્તાર અને લાખાણીમાં કમોસમી વરસાદ પડ્યો હતો. તો રાજકોટ શહેરમાં પણ પવન સાથે ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં લોધિકા તાલુકામાં પવન સાથે વરસાદ પડ્યો હતો.
મધ્ય ગુજરાત થશે વરસાદ
મધ્ય ગુજરાતમાં હલકાથી ભારે વરસાદી ઝાપટા થસે. જેમાં વલસાડ, નવસારી, સહિતના વિસ્તારોમાં શિયાળામાં વરસાદ રમઝટ બોલાવશે.
કચ્છમાં વરસાદ થાય તેવી શક્યતા
કચ્છડો બારેમાસ વાળી ઉક્તિ જાણે સાચી પડી રહી હોય તેમ આ વર્ષે કચ્છમાં પુરતો વરસાદ થઈ ગયા બાદ પણ હજુ વરસાદ વરસશે.
13 તારીખે સૌરાષ્ટ્રમાં જશે વરસાદ
મધ્ય ગુજરાત અને કચ્છ બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા થશે. મોરબી, રાજકોટ, જામનગરમાં 13 તારીખે વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
બનાસકાંઠા અને પોરબંદરમાં પણ વરસાદ
14 નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ દરિયાઈ વિસ્તાર માટે કોઈ આગાહી નથી પરંતુ શરૂ થઈ રહેલા શિયાળામાં વિચિત્ર વાતાવરણનો અહેસાસ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે