આખા અમદાવાદમાં શાકભાજીના ભાવમાં ભડકો, 80 રૂપિયે કિલોથી નીચે કોઈ શાક વેચાતું નથી
જમાલપુર એપીએમસીના બંધ હોવાથી વેપારીઓને તો હાલાકીનો સામનો કરવો જ પડી રહ્યો છે, પણ તેની મોટી અસર અમદાવાદીઓ પર થઈ છે
આશ્કા જાની/અમદાવાદ :કોરોનાના કહેર વચ્ચે અમદાવાદનું જમાલપુર શાકમાર્કેટ લાંબા સમયથી બંધ છે. ત્યારે અમદાવાદના માટે બહુ જ મહત્વના કહી શકાય તેવા જમાલપુર એપીએમસીના બંધ હોવાથી વેપારીઓને તો હાલાકીનો સામનો કરવો જ પડી રહ્યો છે, પણ તેની મોટી અસર અમદાવાદીઓ પર થઈ છે. જમાલપુર એપીએમસી માર્કેટ બંધ હોવાના કારણે શાકભાજીના ભાવ (vegetables price) આસમાને પહોંચ્યા છે. અમદાવાદમાં આવતા શાકના વધુ ભાવ વસૂલવામાં આવી રહ્યાં છે. જેથી કરીને લોકોનું બજેટ પણ ખોરવાયું છે. કિલોગ્રામ દીઠ દરેક શાકભાજીના ભાવમાં ભડકો થયેલો જોવા મળ્યો છે, જેથી ગૃહિણીઓને ઘરનું બજેટ ગોઠવવું મુશ્કેલ બની રહ્યું છે.
અમદાવાદનો પૂર્વ વિસ્તાર ગુનાનું એપિ સેન્ટર બન્યું, સવાર પડેને હત્યા-લૂંટના બનાવ બને છે
કિલોના ભાવે વેચાતા શાક....
- ગિલોડા...80 રૂપિયે કિલો
- વટાણા...200 રૂપિયે કિલો
- તુવેર..160 રૂપિયે કિલો
- ચોળી...120 રૂપિયે કિલો
- ભીંડા...80 રૂપિયા કિલો
- ગવાર..100 રૂપિયા કિલો
- દૂધી..50 રૂપિયા કિલો
- ફ્લાવર...120 રૂપિયા કિલો
- કોબી...50 રૂપિયા કિલો
- કરેલા..80 રૂપિયા કિલો
- પરવળ..80 રૂપિયા કિલો
- વલોર..120 રૂપિયા કિલો
- ફણસી..100 રૂપિયા કિલો
- રીંગણ..80 રૂપિયા કિલો
રાજકોટમાં કોરોના ડેથમાં બ્લાસ્ટ, સવારે 19 દર્દીના મૃત્યુ, 6 દિવસમાં 89 મોત
તો બીજી તરફ, શાકભાજીની સરખામણીમાં બટાકા, ટામેટા અને લીબુના ભાવ સામાન્ય થયા છે. દરેક શાકભાજીના ભાવ 80 રૂપિયા કિલોની આસપાર પહોચ્યા છે, ત્યારે બટાકા, ટામેટા અને લીંબુના ભાવ ઓછા છે. પરંતુ સરખામણી કરીએ તો લીંબુ અને બટાકા શાક માર્કેટમાં લગભગ સરખા ભાવે જ વેચાઈ રહ્યાં છે.
- લીબુ..50 થી 60 રૂપિયે કિલો
- ટામેટા 50 થી 60 રૂપિયે કિલો
- બટાકા 35 થી 40 રૂપિયે કિલો
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જમાલપુર શાકમાર્કેટ હજી પણ બંધ છે. તેને ખોલવા અંગે હજી કોઈ જાહેરાત કરાઈ નથી. ત્યારે કોરોનાના કહેર વચ્ચે એક મહિના માટે માર્કેટ જેતલપુર ખાતે ટ્રાન્સફર થયું હતું. 31 જુલાઇના રોજ જેતલપુર માર્કેટ બંધ થયું હતું, જોકે, તેના બાદ પણ જમાલપુર શાક માર્કેટ શરૂ ન કરતા, ખેડૂતોને મોટી સમસ્યા ઉભી થઈ રહી છે. શાકભાજી ક્યા વેચવા જવું એ મોટો સવાલ હતો. તાજેતરમાં જ કેટલાક ખેડૂતો આજે શાકભાજી લઇ જમાલપુર માર્કેટ પહોંચ્યા હતા. જમાલપુર માર્કેટમાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો. જોકે, હવે માર્કેટ બંધની અસર સીધી ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર