નવી દિલ્હીઃ Veljan Denison Limited એ બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીએ એક શેર પર 1 શેર બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ પ્રથમવાર બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે ગુરૂવારે કંપનીના શેરનો ભાવ 0.67 ટકાના ઘટાડા બાદ 3985.20 રૂપિયાના લેવલ પર હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 શેર પર 1 શેરનો ફાયદો
કંપનીએ 30 માર્ચે શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું હતું કે 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેર પર 1 બોનસ શેર આપવામાં આવશે.  કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટની હજુ જાહેરાત કરી નથી. નોંધનીય છે કે Veljan Denison Limited તરફથી પ્રથમવાર બોનસ શેર આપવામાં આવી રહ્યાં છે.


17 વાર ડિવિડેન્ડ આપી ચૂકી છે કંપની
કંપની ડિવિડેન્ડ સતત આપતી રહી છે. આ કંપનીએ અત્યાર સુધી 17 વખત ડિવિડેન્ડ આપ્યું છે. છેલ્લે 22 સપ્ટેમ્બર 2023ના એક્સ-ડિવિડેન્ડ ટ્રેડ કરી હતી. ત્યારે કંપનીએ 1 શેર પર 13 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું. કંપનીએ 2022માં પણ ડિવિડેન્ડ આપ્યું હતું. ત્યારે એક શેર પર રોકાણકારોને 13 રૂપિયાનો ફાયદો થયો હતો. 


આ પણ વાંચોઃ નોકરી હોય તો આવી, ₹30 કરોડનુ ઇન્ક્રીમેન્ટ, દૈનિક પગાર 45 લાખ રૂપિયા, કોણ છે આ ભારતીય


શેર બજારમાં કંપનીનું પ્રદર્શન કેવું છે?
Trendlyne ના ડેટા અનુસાર કંપનીના સ્ટોકમાં છેલ્લા એક મહિનામાં 66 ટકાની તેજી જોવા મળી છે. તો 6 મહિનાથી સ્ટોકને હોલ્ડ કરનાર ઈન્વેસ્ટરોને અત્યાર સુધી 101 ટકાનો પ્રોફિટ થયો છે. નોંધનીય છે કે છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકે 233 ટકાનું રિટર્ન આપ્યું છે.


કંપનીનો બીએસઈમાં 52 વીક હાઈ 4200 રૂપિયા અને 52 વીકનું લો લેવલ 1200.10 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 896.67 કરોડ રૂપિયાનું છે. 


(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો.)