અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 અંતર્ગત 19 જાન્યુઆરના રોજ આફ્રીકા ડેની ઉજવણી કરવામાં આવશે. આ માટે આ માટે આફ્રીકાના 54 પૈકીની 52 દેશના પ્રતિનિધિ ભાગ લેશે બાકી રહેલા બે દેશને આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે તૈયાર કરવા માટં તંત્ર પ્રયાસ કરી રહ્યુ છે. આફ્રીકા ડેની ઉજવણીમાં 1000 લોકો ભાગ લેશે અને વૈશ્વિક સમિટ માટે દક્ષીણ આફ્રીકા અને મોરક્કો પાર્ટનર દેશ તરીકે ભાગ લેશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઈબ્રન્ટમાં વિદેશી મહેમાનો માટે લક્ઝુરીયસ ગાડીઓનો કાફલો, અધધધ... છે 1 દિવસનું ભાડું


આ પ્રસંગે ભારતમાં યોજાનારા આફ્રીકન અગ્રણીઓના સમંલનને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સંબોધીત કરશે. આ સમિટમાં ગુજરાત અને આફ્રીકા વચ્ચે હેલ્થ કેર ફાર્માસ્યુટીકલ પેટ્રોકેમીકલ્સ,માઇનીંગ એન્ડ મીનરલ જેવા અલગ અલગ સેક્ટરના 12 થી 15 એમઓયુ થવાની શક્યાતાઓ છે. આફ્રીકા ડે અંતર્ગત ટ્રેડ શોમાં આફ્રીકા પેવેલીયન ઉભુ કરવામાં આવ્યુ છે, જ્યાં આફ્રીકાના 54 પૈકી 32 દેશોએ પોતાના સ્ટોલ રાખ્યા છે. અહી ગાંધીજીની આફ્રીકાના સાથેના સંબધને જીવંત કરવા માટે એક પ્રદર્શની રાખવામાં આવી છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની તમામ અપડેટ જાણવા અહીં ક્લિક કરો 


ગાંધીનગર ખાતે ‘આફ્રિકા ડે- આફ્રિકા દિવસ’ના આયોજન અંગે રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલએ પત્રકારોને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “વૈશ્વિક નેતાઓ અને વેપાર ઉદ્યોગના આગેવાનો માટે વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર અને રોકાણો અંગે તકોની ચર્ચા કરવા અને ભારત તથા આફ્રિકા અને ખાસ કરીને ગુજરાત અને આફ્રિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધોને આગળ વધારવા સંયુક્ત મંચ પૂરો પાડવાના હેતુથી આફ્રિકાને સમર્પિત ખાસ એવા "આફ્રિકા ડે"નું આયોજન કરવામાં આવ્યું છે”.