મુંબઇ: HDFC બેંકના વાઇસ પ્રેસિડેન્ટ ગુમ, ગાડીમાંથી મળ્યા લોહીના ડાઘ
39 વર્ષીય સિદ્ધાર્થ સંઘવીની કારમાં લોહીનાં ડાઘા મળી આવ્યા જેના નમુનાને પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે
મુંબઇ : HDFC બેંકના વાઇસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સંઘવી મુંબઇના કમલા મિલ્સ ખાતેની ઓફીસ પરથી શંકાસ્પદ પરિસ્થિતીમાં પાંચ સપ્ટેમ્બરથી ગુમ છે. જો કે તેમની કાર કોપર ખેરાન વિસ્તારમાં છ સપ્ટેમ્બરે મળી આવી હતી. પોલીસે કેસ દાખલ કરી લીધો છે અને આ અંગે હાલ તપાસ ચાલુ કરી દેવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે, સંઘવીની કાર કોપાર ખૈરાન વિસ્તારમાં ગુરૂવારે સાંજે મળી આવી હતી. 39 વર્ષીય સિદ્ધાર્થ સંઘવીની કારમાં લોહીનાં ધબ્બા મળી આવ્યા છે. જેમાં નમુનાના પરિક્ષણ માટે મોકલી આપવામાં આવ્યો છે. એનએમ જોશી માર્ગ પોલીસ, નવી મુંબઇ પોલીસની સાથે ક્રાઇમ બ્રાંચે આ મુદ્દે તપાસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંઘવી જ્યારે બુધવારે રાત્રે 10 વાગ્યા સુધી ઘર ન પહોંચ્યા તો તેની પત્નીએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે કમલા મિલ્સ ખાતેની HDFC ઓફીસના સીસીટીવી ફુટેજની પણ તપાસ ચાલુ કરી દીધી છે. જેમાં જાણવા મળ્યું છે કે તેઓ સાંજે 7.30 વાગ્યે ઓફીસથી નિકળી ગયા હતા.
પોલીસે તપાસ આગળ વધારતા મુંબઇમાં વાયરલેસ મેસેજ ઇશ્યું કરી દીધો છે. આ મેસેજ બાદ નવી મુંબઇ પોલીસને સંઘવીની કાર મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સંઘવી એચડીએફસી બેંકમા સીનિયર એનાલિસ્ટ, એસેટ એન્ડ લાયેબલિટી મેનેજમેન્ટનું કામ જુએ છે.