મુંબઈ : ઇશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. આ તસવીરોમાં ત્રણ દિવસ સુધી ચાલેલો આ સમારોહ કેટલો ભવ્ય હતો એનો અંદાજ આવે છે. આ તસવીરોમાં સગાઈના ભોજન સમારંભની પણ તસવીરો છે જેમાં દુલ્હન ઇશા અંબાણી પાણીપુરી ઝાપટતા નજરે ચડે છે. 


આ તસવીરમાં પાણીપુરી ખાતી ઇશા બહુ ક્યુટ એક્સપ્રેશન આપી રહી છે. આ સગાઈના ભોજનમાં ભારતીય વાનગીઓને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. પાણીપુરી એવી વાનગી છે જે મોટાભાગના ભારતીયોને બહુ પસંદ છે. આ પાણીપુરીનું નામ સાંભળીને કોઈના પણ મોંમાં પાણી આવી શકે છે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા કરો ક્લિક...