મુંબઈ : એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી આ વર્ષે લગ્નગ્રંથીમાં બંધાઇ શકે છે. સૂત્રોનું માનીએ તો તેમના લગ્ન શ્લોકા મહેતા સાથે થવા જઇ રહ્યાં છે, જે ભારતના ટોપ-6 હીરાના વેપારીમાંના એક રસેલ મહેતાની નાની પુત્રી છે. સમાચાર એજન્સી પીટીઆઇના અનુસાર અંબાણી અને મહેતા પરિવાર એકબીજાને સારી રીતે ઓળખે છે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતા પણ ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાથે અભ્યાસ કરી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્લોકા મહેતાએ સ્કૂલનો અભ્યાસ પુરો કર્યા બાદ અમેરિકાની પ્રિંસટન યૂનિવર્સિટીમાંથી એંથ્રોપોલોજીનો અભ્યાસ કર્યો. (ફોટો સાભાર - શ્લોકા મહેતા, ફેસબુક)



તેણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી લોમાં માસ્ટર્સ કર્યું. (ફોટો સાભાર - શ્લોકા મહેતા, ફેસબુક)



અભ્યાસ પુરો થયા બાદ શ્લોકા પોતાના પિતાની ડાયમંડ કંપની રોઝી બ્લૂ ડાયમંડમાં ડાયરેક્ટર બની. (ફોટો સાભાર - શ્લોકા મહેતા, ફેસબુક)



તે કનેક્ટ ફોરની કો-ફાઉન્ડર છે, જે એનજીઓની મદદ કરે છે. (ફોટો સાભાર - શ્લોકા મહેતા, ફેસબુક)



ન્યૂઝ એજન્સીટ પીટીઆઇએ આપેલી માહિતી પ્રમાણે આકાશ અને શ્લોકાના પરિવારે આ વિશે કોઈ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે. (ફોટો સાભાર - શ્લોકા મહેતા, ફેસબુક)



આ મામલામાં અંબાણી પરિવાર તેમજ તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને મોકલવામાં આવેલા ઇ-મેઇલનો કોઈ જવાબ નથી આવ્યો. (ફોટો સાભાર - શ્લોકા મહેતા, ફેસબુક)