Heatwave Safety Tips: હીટવેવ દરમિયાન પણ રહેવું હોય હેલ્ધી તો આ વાતનું ધ્યાન રાખવું સૌથી જરૂરી
Heatwave Safety Tips: ગરમીના દિવસોમાં તીવ્ર તડકો શરીરમાં નબળાઈ વધારે છે. આ વાતાવરણમાં બીમારીનો પ્રકોપ પણ વધી જાય છે. જો કે ગરમીના દિવસોમાં જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો હેલ્ધી રહી શકાય છે. આજે તમને આવી જ જરૂરી ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરવાથી હીટવેવ દરમિયાન પણ હેલ્ધી રહી શકાય છે.
Trending Photos
Heatwave Safety Tips: ભારતના ઘણા રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડવાની શરુઆત થઈ ચુકી છે. કેટલાક રાજ્યમાં ગરમી વિકરાળ સ્વરુપ દેખાડવા લાગી છે અને લોકોને હીટવેવનો સામનો કરવો પડી રહ્યો છે. ગરમી જેમ જેમ વધતી જાય તેમ સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું પડે છે.
ગરમીના દિવસોમાં તીવ્ર તડકો શરીરમાં નબળાઈ વધારે છે. આ વાતાવરણમાં બીમારીનો પ્રકોપ પણ વધી જાય છે. જો કે ગરમીના દિવસોમાં જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો હેલ્ધી રહી શકાય છે. આજે તમને આવી જ જરૂરી ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરવાથી હીટવેવ દરમિયાન પણ હેલ્ધી રહી શકાય છે.
હીટવેવ દરમિયાન આ વાતોનું રાખો ધ્યાન
1. બપોરના સમયે તડકો સૌથી વધુ હોય છે. આ સમય દરમિયાન જમવાનું બનાવવાનું પણ ટાળો. રસોડામાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે. તેથી આ સમયે રસોઈ કરવાથી ડિહાઈડ્રેશનનું જોખમ વધી જાય છે. તેથી ઉનાળામાં રસોઈનો સમય બદલી દેવો.
2. જ્યારે પણ જમવાનું બનાવો ત્યારે રસોડાના બારી, દરવાજા ખુલ્લા રાખવા. જેથી ગરમ હવા રસોડામાંથી બહાર નીકળી જાય. તેનાથી ગરમી ઓછી થશે.
3. ઉનાળામાં ભારે ખોરાક લેવાનું ટાળવું જોઈએ. આ દિવસોમાં વધારે પ્રોટીનયુક્ત આહાર લેવાનું પણ ટાળવું. હળવો અને સુપાચ્ય ખોરાક લેવાનો આગ્રહ રાખો.
4. ઉનાળામાં દારુ, ચા, કોફી અને કાર્બોનેટેડ ડ્રિંક્સ પીવાનું પણ ઓછું કરો. તેનાથી શરીમાં રહેલા તરલ પદાર્થો પણ બહાર નીકળી જાય છે અને ડિહાઈડ્રેશન થઈ શકે છે.
5. દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો. આ સિવાય તરબૂચ, કાકડી સહિતના પાણીથી ભરપુર ફળ અને શાકભાજી ખાવાનું રાખો. તેનાથી શરીર હાઈડ્રેટ રહે છે.
અન્ય સાવધાનીઓ
- ઉનાળામાં સુતરાઉ અને ઢીલા કપડા પહેરવા. સાથે જ ઘાટા રંગના કપડા પહેરવા નહીં.
- બપોરના સમયે તડકો વધારે હોય છે તેથી આ સમયે બહાર જવાનું ટાળવું.
- જ્યારે પણ તડકામાં બહાર જવાનું થાય ત્યારે કોટનના સ્કાર્ફને માથા પર બાંધીને જવું.
- ગરમીના દિવસોમાં શરીરને વધારે આરામની જરૂર હોય છે તેથી પુરતો આરામ પણ કરવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે