નવી દિલ્હીઃ Small-cap Stock Under Re 1: વિસાગર ફાઈનાન્શિયલ સર્વિસેઝનો શેર (Visagar Financial Services Ltd Stock) દલીલ સ્ટ્રીટ પર સતત અપર સર્કિટને હિટ કરી રહ્યો છે. છેલ્લા ત્રણ સત્રથી આ શેર ઉપરી સર્કિટ પર છે. 1 રૂપિયાથી નીચેનો આ પેની સ્ટોક આજે તેજીની સાથે ખુલ્યો અને બીએસઈ પર 5 ટકાની તેજીની સાથે 1.01ના ઈન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયો. દલાલ સ્ટ્રીટ બુલ્સ આ પૈની સ્ટોકને લઈને વધુ એક્ટિવ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરમાં તેજીનું કારણ
સ્મોલ કેપ કંપનીના પ્રમોટરોએ ભારતીય શેર બજાર એક્સચેન્જોને જાણ કરી કે તેના પ્રમોટર ઓપન માર્કેટથી કંપનીમાં પોતાની ભાગીદારી 2 ટકાથી વધારી 10 ટકા કરવા જઈ રહ્યાં છે. કંપનીના એક્સચેન્જ કમ્યુનિકેશનમાં પ્રમોટરનું નામ સાગર પોર્ટફોલિયો સર્વિસ લિમિટેડ લખવામાં આવ્યું છે. 


આ પણ વાંચોઃ 88 રૂપિયાનો શેર પહોંચી ગયો 1175ને પાર, ત્રણ વર્ષમાં રોકાણકારો થઈ ગયા માલામાલ


વિસાગર ફાઈનાન્શિયલ સર્વિસના શેરની પ્રાઇઝ હિસ્ટ્રી
આ સર્કિટ ટૂ સર્કિટ છેલ્લા 6 સેશનથી સર્કિટ મારી રહ્યો છે. છેલ્લા ત્રણ સેશન્સમાં વિસાગર ફાઈનાન્શિયલ સર્વિસેઝના શેરની કિંમતમાં ઉપરી સર્કિટ લાગી છે. આ ત્રણેય સેશન પહેલા 1 રૂપિયાથી નીચેના પેની સ્ટોકમાં નિચલી સર્કિટ લાગી, પરંતુ 24 ઓગસ્ટ 2023ના તેમાં અપર સર્કિટ લાગી હતી. તેથી છેલ્લા છ સત્રોમાંથી 1 રૂપિયાથી નીચેના આ પેની સ્ટોકે ચાર સીધા સત્રમાં અપર સર્કિટ, જ્યારે બે સત્રમાં લોવર સર્કિટ મારી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube