ગજબનું રિટર્ન, 88 રૂપિયાનો શેર પહોંચી ગયો 1175ને પાર, ત્રણ વર્ષમાં રોકાણકારો થઈ ગયા માલામાલ

શેર બજારમાં (Stock Market)ઉતાર-ચઢાવ વચ્ચે ઘણા શેર એવા છે જેણે પોતાના રોકાણકારોનું ભાગ્ય ચમકાવી દીધુ છે. તેમાંથી એક શેર છે જે એક સમયે 100 રૂપિયાથી નીચે હતો પરંતુ આજે 1200 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. 
 

ગજબનું રિટર્ન, 88 રૂપિયાનો શેર પહોંચી ગયો 1175ને પાર, ત્રણ વર્ષમાં રોકાણકારો થઈ ગયા માલામાલ

નવી દિલ્હીઃ આમ તો શેર બજારમાં (Share Market)ઘણા સ્ટોક્સ મલ્ટીબેગર (multibagger return)બની ચુક્યા છે. પરંતુ આજે અમે તમને એક એવા શેર વિશે જણાવી રહ્યાં છીએ, જેણે પોતાના ઈન્વેસ્ટરોને ગજબનું રિટર્ન આપ્યું છે. આ શેરની કિંમત 88 રૂપિયાથી વધી સીધી 1100ને પાર પહોંચી ગઈ છે. આ સ્ટોકનું નામ કેપીઆઈટી ટેક્નોલોજીઝ લિમિટેડ (KPIT Technologies Ltd)છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ સ્ટોક મલ્ટીબેગર બની ગયો છે. 

આ આઈટી સ્ટોક જે 28 ઓગસ્ટ 2020ના 88.45 રૂપિયા પર બંધ થયો હતો, ચાલુ સત્રમાં 1162.45 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. આ દરમિયાન તેણે 1,214% રિટર્ન આપ્યું છે. ત્રણ વર્ષ પહેલા KPIT Technologies ના સ્ટોકમાં રોકાણ કરવામાં આવેલી 1 લાખ રૂપિયાની રકમ આજે 13.14 લાખ રૂપિયા થઈ ગઈ છે. તેની તુલનામાં આ દરમિયાન સેન્સેક્સ 65.12 ટકા વધ્યો છે. 23 ઓગસ્ટ 2023ના સ્ટોકે 1200 રૂપિયાનો સર્વકાલિક ઉચ્ચ સ્તર અને 7 સપ્ટેમ્બર 2022ના 52 સપ્તાહનું નિચલું સ્તર 545.70 રૂપિયા ટચ કર્યું હતું. 

રોકાણકારોને આપ્યું ગજબનું રિટર્ન
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન શેરધારકોને રિટર્ન આપવાના મામલામાં કંપનીએ પોતાના સ્પર્ધકોથી સારૂ પ્રદર્શન કર્યું છે. આ સમય દરમિયાન તેણે 1214 ટકાનું રિટર્ન આપ્યું છે. આ કંપનીનો શેર આજે 1175.15 રૂપિયા પર બંધ થયો હતો. દિવસ દરમિયાન કંપનીના શેરમાં 19.50 રૂપિયાની તેજી જોવા મળી હતી. PIT Technologies નું માર્કેટ કેપ 31600 કરોડને પાર થઈ ગયું છે. 

તકનીકી સંદર્ભમાં કેપીઆઈટી ટેક્નોલોજીનો રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ (આરએસઆઈ) 57.4 પર છે, જે દર્શાવે છે કે સ્ટોક ન તો ઓવરબોટ અને ન ઓવરસોલ્ડ ઝોનમાં કારોબાર કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં સ્ટોકનો બીટા 0.7 છે, જે ઓછી અસ્થિરતાનો સંકેત આપે છે. કેપીઆઈટી ટેક્નોલોજીઝના શેર 10 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી વધુ પર કારોબાર કરી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news