Vishal Mega Mart IPO: આ વર્ષનો વધુ એક મોસ્ટ અવેટેડ આઈપીઓ આગામી સપ્તાહે રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે. કેદારા કેપિટલ સમર્થિત વિશાલ મેગા માર્ટનો આઈપીઓ 8000 કરોડ રૂપિયાનો છે. આ આઈપીઓ 11 ડિસેમ્બરે ખુલી રહ્યો છે. ઈન્વેસ્ટર ઈશ્યુમાં 13 ડિસેમ્બર સુધી પૈસા લગાવી શકે છે. તે માટે પ્રાઇસ બેન્ડ 74-78 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરવામાં આવી ચે. એન્કર ઈન્વેસ્ટર માટે બોલી 10 ડિસેમ્બરે ખુલશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિગતો શું છે
અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (UDRHP) મુજબ, સૂચિત IPO સંપૂર્ણપણે પ્રમોટર કેદારા કેપિટલની આગેવાની હેઠળની સમાયત સર્વિસીસ LLP દ્વારા શેરની વેચાણની ઓફર (OFS) છે. IPO સંપૂર્ણપણે OFS હોવાથી, કંપનીને આ ઈસ્યુમાંથી કોઈ ભંડોળ પ્રાપ્ત થશે નહીં. હાલમાં સમાયત સર્વિસીસ LLP વિશાલ મેગા માર્ટમાં 96.55 ટકા હિસ્સો ધરાવે છે. તમને જણાવી દઈએ કે વિશાલ મેગા માર્ટ ભારતની અગ્રણી રિટેલ કંપનીઓમાંથી એક છે. જેણે નાણાકીય વર્ષ 2024માં 8,900 કરોડ રૂપિયાની આવક નોંધાવી છે. કંપનીના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 414 શહેરોમાં 645 સ્ટોર્સ છે. તેની પાસે મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઇટ પણ છે.


આ પણ વાંચોઃ 1 વર્ષની FD પર આ બેન્ક આપી રહી છે સૌથી વધુ વ્યાજ, તો હવે કોની રાહ જોઈ રહ્યા છો


શું ચાલી રહ્યો છે GMP?
Investorgain.com પ્રમાણે વિશાલ મેગા માર્ટ આઈપીઓ ગ્રે માર્કેટમાં 19 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. તેનો મતલબ છે કે કંપનીના શેર લિસ્ટિંગ પર 25 ટકા સુધી નફો કરાવી શકે છે. તેની અંદાજિત લિસ્ટિંગ કિંમત 97 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીના શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થવા માટે પ્રસ્તાવિત છે.