Vishal Mega Mart IPO: શેરબજારમાં રોકાણ કરો છો તો આ તમારા માટે સમાચાર છે.  શેર બજારમાં જલ્દી એક દિગ્ગજ કંપનીનો આઈપીઓ લોન્ચ થઈ શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે સુપરમાર્કેટ ચેન વિશાલ મેગા માર્ટ આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. આ ઈશ્યૂની વેલ્યૂ 1 બિલિયન ડોલર હોઈ શકે છે. આઈપીઓ દ્વારા સ્વિત્ઝર્લેન્ડના પાર્ટનર્સ ગ્રુપ અને ભારતની કેદારા કેપિટલ શેર વેચશે. નોંધનીય છે કે તેની પાસે વિશાલ મેગા માર્ટમાં બહુમત ભાગીદારી છે. આ સમાચાર રોયટર્સે સૂત્રોના હવાલાથી આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વિગત
પરંતુ બંને ખાનગી ઈક્વિટી ફર્મ પાસે વિશાલ મેગા માર્ટનો કેટલો ભાગ છે? અને તે કેટલા ટકા ભાગીદારી વેચશે અને શું તે બહુમત ભાગીદારી યથાવત રાખશે. તે વિશે વધુ માહિતી સામે આવી નથી. વિશાલ મેગા માર્ટ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સૂત્રો પ્રમાણે ઈન્વેસ્ટર બેન્કોને આ સપ્તાહે આઈપીઓ માટે આમંત્રિત કરવામાં આવી છે અને આ ઓફર વર્ષના અંત સુધી આવવાની સંભાવના છે. નોંધનીય છે કે આ યોજના એવા સમયે આવી છે જ્યારે ભારતીય શેર બજાર રેકર્ડ ઉંચાઈ નજીક કારોબાર કરી રહ્યું છે અને બેંચમાર્ક નિફ્ટી ઈન્ડેક્સ છેલ્લા છ મહિનામાં 12 ટકા વધી ગયો છે. 


આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓ આ પગારમાં મળી જશે વધેલું DA,નાણા મંત્રાલયનો થઈ ગયો ઓર્ડર


અંબાણી અને ટાટાને ટક્કર!
આ મુખ્ય રૂપથી નાના શહેરોમાં છે. કંપની કપડા અને કિરાના સામાન વેચે છે. તેનો મુકાબલો ભારતીય ટાઇકૂન મુકેશ અંબાણીની રિલાયન્સ, ટાટા ગ્રુપના ટ્રેન્ટ અને કિરાના રિટેલર એવેન્યૂ સુપરમાર્ટ્સ સામે છે. નોંધનીય છે કે કંપનીના દેશભરમાં 560 સ્ટોર છે. બોસ્ટન કંસલ્ટિંગ ગ્રુપના અનુમાન પ્રમાણે ભારતનું રિટેલ માર્કેટ 2033 સુધી 2 ટ્રિલિયન ડોલરનું થઈ શકે છે, જ્યારે વર્તમાનમાં તે 840 બિલિયન ડોલરનું છે. 


શુદ્ધ લાભ 60 ટકા વધી 3.2 બિલિયન રૂપિયા થયો


બેન્કરો અને એનાલિસ્ટ્સને આશા છે કે ઝડપી આર્થિક વિકાસ અને સ્થિર રાજકીય માહોલ વચ્ચે ભારતમાં આઈપીઓ ગતિવિધિમાં તેજી આવશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેમાં યોજાનારી ચૂંટણીમાં ત્રીજી વખત જીતવાની સંભાવના છે. ફિચની માલિકીવાળી ઈન્ડિયા રેટિંગ્સની એક રિપોર્ટ અનુસાર માર્ચ 2023ના સમાપ્ત થયેલા પાછલા નાણાકીય વર્ષમાં વિશાલ મેગા માર્ટનું રેવેન્યૂ 36 ટકા વધી 75.9 બિલિયન રૂપિયા (917 મિલિયન) થઈ ગયું, જ્યારે શુદ્ધ લાભ 60 ટકા વધી 3.2 બિલિયન રૂપિયા થઈ ગયો હતો.