61% સુધી ઘટી શકે છે આ શેર, 5 રૂપિયા પર આવી શકે છે ભાવ, એક્સપર્ટે ચેતવ્યા, સંકટમાં કંપની!
રોકડ સંકટનો સામનો કરી રહેલી ટેલીકોમ કંપની એક તરફ જ્યાં 20 હજાર કરોડ રૂપિયાની ફોલો-ઓન પબ્લિક ઓફર લાવવાની તૈયારીમાં છે. તો બીજીતરફ ગ્લોબલ બ્રોકરેજ ફર્મે આ શેરને લઈને ચેતવણી જાહેર કરી છે.
Vodafone Idea Share: ટેલીકોમ કંપની વોડાફોન આઈડિયા (VI)ના શેર આ દિવસોમાં ફોકસમાં છે. રોકડ સંકટનો સામનો કરી રહેલી કંપની જ્યાં એક તરફ 20,000 કરોડ રૂપિયાની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) લાવવાની તૈયારી કરી રહી છે. તો બીજીતરફ ગ્લોબલ બ્રોકરેજ ફર્મે આ શેરને લઈને ચેતવણી જાહેર કરી છે. હકીકતમાં CLSA રિસર્ચ પ્રમાણે વોડાફોન-આઈડિયાના શેરમાં 61 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે. સીએલએસએના એનાલિસ્ટે ચેતવણી આપી છે કે જો વોડાફોન-આઈડિયાના શેરમાં ગ્રાહકોની કમી યથાવત રહી તો વોડાફોન-આઈડિયાના શેર 61 ટકા તૂટી 5 રૂપિયા પર આવી શકે છે.
આવી રહ્યો છે કંપનીનો FPO
આ તરફ સમાચાર છે કે રોકડ સંકટથી સંઘર્ષ કરી રહેલી ટેલીકોમ કંપની વોડાફોન આઈડિયા આગામી સપ્તાહે 20,000 કરોડ રૂપિયાની ફોલો-ઓન પબ્લિક ઓફર (એફપીઓ) લોન્ચ કરી શકે છે. અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વોડાફોન આઈડિયા આગામી સપ્તાહના મિડ સુધી 18,000-20,000 કરોડ રૂપિયા ભેગા કરવા માટે ફોલો-ઓન પબ્લિક ઓફર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. દેવામાં ડૂબેલી કંપનીએ એફપીઓ માટે જેફરીઝ, એસબીઆઈ કેપ્સ અને એક્સિસ કેપિટલને પ્રમુખ મેનેજમેન્ટના રૂપમાં લિસ્ટ કર્યાં છે. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોઈપણ બેન્ક આ ઈશ્યૂને અન્ડરરાઇટ કરી રહી નથી.
આ પણ વાંચોઃ એક ખરાબ સમાચાર અને અનિલ અંબાણીની આ કંપનીના શેરમાં 20% થયો ઘટાડો
અત્યાર સુધીનો સૌથી મોટો FPO!
નોંધનીય છે કે આ એફપીઓ ભારતમાં આ પ્રકારની સૌથી મોટી રજૂઆત છે. નોંધનીય છે કે યસ બેન્કનો 15000 કરોડ રૂપિયાનો એફપીઓ ભારતીય બજારમાં અત્યાર સુધી સૌથી વધુ શેરનું વેચાણ કરી રહ્યો છે. આ પહેલા જાન્યુઆરી 2023માં અદાણી એન્ટરપ્રાઇઝનો 20,000 કરોડ રૂપિયાનો એફપીઓ આવવાનો હતો, પરંતુ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં ઘણા ગંભીર આરોપ બાદ અદાણીએ આ પ્રસ્તાવને રદ્દ કરી દીધો હતો.
સીએલએસએ રિસર્ચમાં શું છે?
સીએલએસએ રિસર્ચ પ્રમાણે વોડાફોન આઈડિયાના ગ્રાહકોની ઘટતી સંખ્યા અને સંભવિત નાણાકીય સંકટને કારણે વોડાફોન આઈડિયાના શેરમાં વર્તમાન પ્રાઇઝ 13.15 રૂપિયાના મુકાબલે 61 ટકા સુધીનો ઘટાડો આવશે અને આ શેર 5 રૂપિયા સુધી પહોંચી શકે છે. ભારતીય દૂરસંચાર નિયામક ઓથોરિટી (ટ્રાઈ) દ્વારા જારી નવા આંકડા અનુસાર રોકડ સંકટનો સામનો કરી રહેલી વોડાફોન આઈડિયાના ફેબ્રુઆરીમાં 10 લાખ ગ્રાહકો ઓછો થઈ જયા, જ્યારે રિલાયન્સ જિયોએ જાન્યુઆરી 2024માં લગભગ 4.2 લાખ ગ્રાહકો પોતાની સાથે જોડ્યા હતા. તો ભારતી એરટેલે 0.75 મિલિયન ગ્રાહકો જોડ્યા હતા.