Vodafoneએ લોન્ચ કર્યો ધાંસુ પ્લાન, મળી રહી છે જબરદસ્ત સુવિધા
વોડાફોને પોતાના પ્રિપેઇડ ક્સ્ટમર્સ માટે આ પ્લાન લોન્ચ કર્યો છે
નવી દિલ્હી : ટેલિકોમ કંપનીઓ વચ્ચે ચાલી રહેલી પ્રાઇસ વોર વચ્ચે Vodafone-Ideaએ એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. 154 રૂપિયાના આ પ્લાનની વેલિડિટી 6 મહિના (184 દિવસ)ની હશે. બીજા પ્લાનની જેમ જ આ પ્લાનમાં પણ ફ્રી ડેટા, SMS અને ફ્રી ટોક ટાઇમનો લાભ મળશે. થોડા દિવસ પહેલાં કંપની તરફથી પ્રિપેઇડ કસ્ટમર્સ માટે 24 રૂપિયાનો મિનિમમ પ્લાન લોન્ચ કર્યો હતો. આ પ્લાન એ કસ્ટમર્સ માટે છે જે પોતાના નંબરની વેલિડિટી જાળવી રાખવા માગે છે.
154 રૂપિયાના આ પ્લાનની વાત કરીએ તો એની વેલિડિટી 184 દિવસોની છે. આમાં યુઝર્સને 600 મિનિટનો કોલિંગ સમય આપવામાં આવે છે જે રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી વૈદ્ય છે. જોકે આ કોલ માત્ર વોડાફોનથી વોડાફોન પર જ કરી શકાય છે.
જો આ પ્લાન અંતર્ગત તમારે વોડાફોન સિવાય કોઈ બીજા નંબર પર કોલ કરવો હોય તો લોકલ અને એસટીડી કોલ રેટ 2.5 પૈસા પ્રતિ સેકન્ડ છે. વોડાફોન સિવાય બીજા નેટવર્ક પર મેસેજ કરવાનો લોકલ ચાર્જ 1 રૂપિયો અને એસટીડી મેસેજનો ચાર્જ 1.5 રૂપિયા પ્રતિ મેસેજ છે. ડેટા ડાઉનલોડ કરવો હોય તો 10 કેબી માટે 4 પૈસા ચુકવવા પડશે. આ ગણતરી પ્રમાણે 1MB ડેટાની કિંમત 4 રૂપિયા હશે.