ગમે ત્યારે ભોંય ભેગી થઈ શકે છે ગુજરાતની આ સરકારી હોસ્પિટલ! જીવના જોખમે દર્દીઓ કરાવે છે સારવાર
સુરતની નવી સિવિલ હોસ્પિટલ માં કામ ચલાઉ જુગાડ કરવામાં આવ્યો છે.જર્જરીત થયેલી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગ માં ટેકા મુકાયા છે. સિવિલમાં સ્લેબ પડ્યા બાદ કામ ચલાઉ વ્યવસ્થા કરાઈ છે.સિવિલ હોસ્પિટલ ની જૂની બિલ્ડીંગની લોબીમાં લોખંડના ટેકા મૂકી જુગાડ કરવા આવ્યો છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત:સુરતની નવી સિવિલ હોસ્પિટલ માં કામ ચલાઉ જુગાડ કરવામાં આવ્યો છે.જર્જરીત થયેલી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગ માં ટેકા મુકાયા છે. સિવિલમાં સ્લેબ પડ્યા બાદ કામ ચલાઉ વ્યવસ્થા કરાઈ છે.સિવિલ હોસ્પિટલ ની જૂની બિલ્ડીંગની લોબીમાં લોખંડના ટેકા મૂકી જુગાડ કરવા આવ્યો છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગમાં પાણી ટપકી રહ્યું છે.જો હવે કોઈના માથે સ્લેબ પડશે તો તેનો જવાબદાર કોણ...? સિવિલ હોસ્પિટલ ખસેડવાની વાતોનું બે વર્ષ થી નાટક ચાલી રહ્યું છે.વરસાદી પાણી ઘૂસી જતા દર્દીઓની લિફ્ટ પણ બંધ થઈ છે.નીચે ફ્લોરિંગમાં સતત પાણી રહેતું હોવાથી કોઈ લપસી શકે તેવી નોબત પણ જોવા મળી રહી છે.આ સમયે કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ રહેશે.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સુરત નહીં પરંતુ દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્ય માંથી પણ લોકો અહી સારવાર અર્થ આવતા હોય છે. હજારોની સંખ્યામાં રોજના દર્દીઓ અહીં સારવાર મેળવતા હોય છે પરંતુ હાલ આ નવી સિવિલ હોસ્પિટલને સારવારની જરૂરત હોય તે રીતેના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ નો એક વોર્ડ નહિ પરંતુ આખી થઈ ગઈ છે. દિવસેને દિવસે વૉર્ડ સ્લેપના પોપડા પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. એટલું જ નહીં અનેક વોર્ડમાં વરસાદી પાણી પણ ટકી રહ્યું છે. જેને લઈને દર્દીઓ સહિત દર્દીના સંબંધીઓને ભારે હાલાકીઓ પડી રહી છે. આ પાણીથી ટપકતું જર્જરીત સિવિલ હોસ્પિટલમાં જીવના જોખમે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
સુરત નવી સિવિલહોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિવસને દિવસ વધી રહી છે.જૂની બિલ્ડિંગ જર્જરિત થઇ ગઇ હોવા છતાં પણ અહી મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ તેમના સગાઓ આવતા હોય છે.છેલ્લા 6 મહિનાથી આ જર્જરિત બિલ્ડિંગને શિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમ છતાં અત્યાર સુધી એક પણ વોર્ડ શિફ્ટ કરવામાં આવ્યો નથી. તેને જોતા લાગે છે કે,આ કામગીરી માત્ર કાગળ પર થઈ રહી છે. ગાયનેક, સર્જરી,હિમોફિલિયા, ટીબી, સ્પેશિયલ વોર્ડ, સ્ક્રીન વોર્ડ તેમજ મેડિકલ અને કેસ બારીમાં આવતા લોકો ભયભીત હાલતમાં જોવા મળે છે.સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં 12 માળની કિડની અને 12 માળની સ્ટેમ સેલ બિલ્ડિંગ ખાલી છે. છતાં દર્દીઓના જીવ જોખમમાં છે.
સિવિલ હોસ્પિટલના વિવિધ બોર્ડની જો વાત કરવામાં આવે 24 ઓપરેશન થિયેટર, 16 વોર્ડ, જૂનું આઈસીયુ, ડાયાલિસિસ સેન્ટર આઈસીયુ, એનઆઈસીયુ, બ્લડ બેંક, ઓર્થો વોર્ડ, આરએમઓ ઓફિસ, નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસ સંપૂર્ણપણે જર્જરિત છે. તેમ છતાં અહીં સારવારનું કામ ચાલી રહ્યું છે.હોસ્પિટલમાં અનેકવાર દર્દીઓ ઉપર તેમજ સ્લેબ પડવાની તેમજ તૂટવાની ઘટના સામે આવી ગઈ છે. તેમજ થોડાક દિવસ પહેલા જ ડાયાલિસિસની સારવાર લેવા માટે આવેલી મહિલા દર્દી ઉપર સ્લેબ તૂટીને પડવાનો બનાવ પણ સામે આવ્યો હતો. તેમ છતાં તંત્ર હાલ કામ ચલાઉ વ્યવસ્થા કરી લીધી છે.
હોસ્પિટલમાં લોખંડના ટેકા સાથે સ્લેબને સ્પોર્ટ આપવામાં આવ્યો છે. તેમજ જર્જરિત હાલતમાં બનેલી બિલ્ડિંગના અનેક વોર્ડમાં છતમાંથી પાણી ટપકે છે.જેથી વોર્ડમાં ડોલ, કચરાની ડોલ અને કચરા માટેની થેલીઓ મૂકી દેવામાં આવી છે. વોર્ડમાં પાણી પડતાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. હાલ તો નવી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા હોસ્પિટલમાં લોખંડના ટેકા સાથે સ્લેબને સ્પોર્ટ આપવામાં આવ્યો છે. આખી બિલ્ડીંગ જર્જરિત હોવાથી બિલ્ડીંગના અનેક વોર્ડ માં વરસાદી પાણી ટપકી રહ્યું છે. હોસ્પિટલ નો વોર્ડ હોય કે લોભી પાણીનો સંગ્રહ થઈ જવાથી દર્દીઓને લપસી જવાનો ભય રહી રહ્યો છે. સિવિલ તંત્ર માત્ર કામગીરી ચાલી રહી છે તેવા દાવા કરી રહી છે. શુ હોસ્પિટલમાં કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવાઇ રહી છે? હોસ્પિટલમાં એટલી મોટી સમસ્યાઓ હોવા છતાં શું કામ તંત્ર ઝડપથી કામગીરી કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે