વોડાફોન (Vodafone) ઇન્ડિયાએ 159 રૂપિયાનો સસ્તો રિચાર્જ પ્લાન લોંચ કર્યો છે. આ પ્લાન પ્રીપેડ ગ્રાહકો માટે છે. જોકે તે પહેલાં એરટેલ અને જિયોએ 149 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લોંચ કરી ચૂક્યા છે. આ પ્લાન હેઠળ વોડાફોન 1 જીબી ડેટા પ્રતિ દિન આવશે. તેની માન્યતા 28 દિવસ માટે રહેશે. એટલે કે ગ્રાહકોને કુલ 28 જીબી ડેટા મળશે. સાથે 100 એસએમએસ દરરોજ મફતમાં મળશે. કંપનીએ આ પ્લાન સિલેક્ટેડ ગ્રાહકો માટે લોંચ કર્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મોબાઇલ કંપનીનું ભારતમાં જોરદાર પ્લાનિંગ, સૌથી મોટું R&D સેંટર સ્થાપવાની તૈયારી


શું-શું છે ખાસ
159 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકને દરરોજ 250 મિનિટ કોલિંગ મળશે એટલે કે અઠવાડિયામાં 1000 મિનિટ. 100 મફત એસએમએસ બેનિફિટ દરેક સર્કલમાં લાગૂ નથી. આ બધુ સર્કલમાં આપી રહી છે.

જુગારમાં 1 ખરબ રૂપિયા હારી ગયા મોટી મોબાઇલ કંપનીના ચેરમેન? દેવાળું ફૂંકી શકે છે કંપની


બીએસએનએલ લાવ્યું શાનદાર પ્લાન
આ પહેલાં ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) પોતાના ગ્રાહકો માટે શાનદાર ઓફર લઇને આવ્યું છે. કંપની 299 રૂપિયામાં ડેટા ઉપરાંત અનલિમિટેડ કોલિંગ ઓફર કરી રહ્યું છે. આ ઓફર હેઠળ કેશબેક પણ મળી રહ્યું છે.

ભારતમાં લોંચ થયો Selfie ફોન Realme U1, જાણો શું છે કિંમત અને ફીચર્સ  


શું-શું છે આ ઓફરમાં
બીએસએનએલ (BSNL)ની આ ઓફરમાં તમે 45 જીબી ડેટા (1.5 જીબી દરરોજ) મુજબ પ્રાપ્ત કરી શકો છો. આ ઉપરાંત બીએસએનએલ નેટવર્ક પર 24 કલાક અનલિમિટેડ કોલિંગ (લોકર અને એસટીડી) કરી શકો છો. આ ઉપરાંત 300 રૂપિયા સુધી મફત કોલ અન્ય નેટવર્ક પર કરી શકો છો. સાથે જ દર રવિવારે રાત્રે 10:30 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ મફત કોલ કરી શકો છો. આ ઉપરાંત જો તમે બીએસએનએલ પર સબ્સક્રાઇબ કરો છો તો તમે દર મહિને 50 રૂપિયાનું કેશબેક પ્રાપ્ત કરી શકો છો.