નવી દિલ્હી: ભારતીય શેર માર્કેટ મંગળવારે એક્શન પેક્ડ સેશન બાદ આજે થોડા સુસ્તી સાથે ખુલ્યા. સેન્સેક્સ 100થી વધુ અંકોના ઘટાડા સાથે ખુલ્યું અને નિફ્ટી પણ 30 અંક ગગડ્યો. પરંતુ ગણતરીની મિનિટો બાદ શેર  બજારમાં જબરદસ્ત તેજી દેખાતા માર્કેટ પાછું લીલા નિશાનમાં પાછું ફર્યું. સેન્સેક્સ એકવાર ફરીથી 55 અંકોના મજબૂત વધારા સાથે 44000 ઉપર કારોબાર કરી રહ્યું છે. જ્યારે નિફ્ટી પણ 20 અંક મજબૂત બનીને 12890 પર ટકેલો છે. ગઈ કાલે કોરોના  વેક્સિનના અહેવાલથી સેન્સેક્સ 44000 પાર જતો રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી બેંક આજે પણ જબરદસ્ત તેજી બતાવી રહ્યો છે. નિફ્ટી બેંક હાલ 230 અંક ઉછળીને 29400 પર ટ્રેન્ડ કરી રહ્યો છે. બાકી ઈન્ડેક્સમાં ઓટોમાં અડધા ટકાની તેજી છે. આ ઉપરાંત રિયાલિટી શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. 


જે સેક્ટરોમાં ઘટાડો છે તેમાં FMCG, મીડિયા અને આઈટી છે. મેટલ શેરો સુસ્ત છે. હાલ નિફ્ટીના 50 શેરોમાં તેજી છે અને બાકીમાં સુસ્તી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેરોમાં તેજી છે જ્યારે 12 શેર લાલ નિશાન સાથે કારોબારમાં છે. 


નિફ્ટીમાં સારું પરફોર્મન્સ કરનારા શેર
ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ, ICICI બેંક, L&T, પાવરગ્રિડ, બજાજ ફાઈનાન્સ, JSW સ્ટીલ, M&M, બજાજ ફિનસર્વ


નિફ્ટીમાં તૂટેલા શેરો
BPCL, ટેક મહિન્દ્રા, બ્રિટાનિયા, HUL, સનફાર્મા, ટાઈટન, નેસ્લે, HCL ટેક, ભારતી એરટેલ, HDFC, કોલ ઈન્ડિયા, TCS


બેંક શેરોમાં ખરીદી
RBL બેંક, SBI, બંધન બેંક, IDFC ફર્સ્ટ, PNB, બેંક ઓફ બરોડા, ICICI બેંક, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક


ઓટો શેરે પકડી ગતિ
ટાટા મોટર્સ,  M&M, મદરસન સૂમી, TVS મોટર્સ, એક્સાઈડ, ભારત ફોર્જ, મારુતિ, અશોક લેલેન્ડ, MRF


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube