નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી બાદ હવે મોટાભાગની આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ચીનમાંથી બિસ્તરા પોટલા બાંધી લેવાનું મન બનાવી લીધુ છે. આ જ સંલગ્ને જર્મનીની જૂતા બનાવનારી કંપની વોન વેલ્સ (Von Wellx) એ ચીનથી પોતાનો કારોબાર સમેટી લીધો છે. કંપની ભારતમાં પોતાની ફેક્ટરી લગાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગરામાં લગાવશે ફેક્ટરી
વોન વેલ્સ શાનદાર અને હેલ્ધી ફૂટવેર્સ માટે પ્રખ્યાત છે. કંપનીએ હાલમાં જ ચીનમાં પોતાની ફેક્ટરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ કંપનીએ પોતાનું નવું પ્રોડક્શન યુનિટ ભારત લાવવાનો નિર્ણય કર્યો છે. જલદી આગરામાં વોન વેલ્સનું પ્રોડક્શન શરૂ થશે. આ માટે કંપનીએ લેટ્રિક ઈન્ડસ્ટ્રીઝ સાથે કરાર પણ કરી  લીધો છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube