Bonus Share: વીએસટી ઈન્ડસ્ટ્રીઝ (VST Industries Ltd)ના શેર આ સપ્તાહે શેર બજારમાં એક્સ-બોનસ તરીકે ટ્રેડ કરવા જઈ રહ્યાં છે. કંપની 1 શેર પર 10 બોનસ શેર આપશે. આ પહેલા કંપનીએ દરેક એક શેર પર 150 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું. આવો જાણીએ કંપનીએ શેર બજારનું કેવું પ્રદર્શન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સપ્તાહે એક્સ-બોનસ સ્ટોક તરીકે ટ્રેડ કરશે કંપની
વીએસટી ઈન્ડસ્ટ્રીઝે શેર બજારને જણાવ્યું છે કે એક શેર પર 10 શેર ફ્રી આપવામાં આવશે. કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે 6 સપ્ટેમ્બરની તારીખને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે જે ઈન્વેસ્ટરોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં આ દિવસે રહેશે તેને બોનસ શેરનો લાભ મળશે. મહત્વનું છે કે બોનસ શેરનો ફાયદો ઉઠાવવા માટે ઈન્વેસ્ટરોએ રેકોર્ડ ડેટના એક દિવસ પહેલા શેર ખરીદવો પડશે.


ડિવિડેન્ડ આપી ચૂકી છે કંપની
કંપનીએ જૂન મહિનામાં એક્સ-ડિવિડેન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કર્યું હતું. વીએસટી ઈન્ડસ્ટ્રીઝે એક શેર પર 150 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું. આ પહેલા 2023માં કંપનીએ એક શેર પર 150 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું. 


આ પણ વાંચોઃ આવી ગયો સપ્ટેમ્બર- કેન્દ્રીય કર્મચારીઓને મળશે 2 મોટા અપડેટ, પગારમાં થશે જોરદાર વધારો


શેર બજારમાં કંપનીનું પ્રદર્શન કેવું છે?
શુક્રવારે કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈમાં કંપનીના શેર 4 ટકાથી વધુના ઘટાડા સાથે રૂ. 4567.70ના સ્તરે બંધ થયા હતા. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 24 ટકાનો વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, આ બોનસ સ્ટોકની કિંમતમાં એક મહિનામાં 4 ટકાનો વધારો થયો છે.


કંપનીનો 52 વીક હાઈ 4922.50 રૂપિયા અને 52 વીકનું લો લેવલ 3159.90 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 7,053.41 કરોડ રૂપિયાનું છે. 


(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમોને અધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)