નવી દિલ્હીઃ શેર બજારમાં વધુ એક કંપની એન્ટ્રી કરવાની છે. સોલર પેનલ બનાવનારી કંપની વારી એનર્જીનો આઈપીઓ આવી રહ્યો છે. આઈપીઓ માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ પણ નક્કી કરી દીધી છે. Waaree Energies નો આઈપીઓ 21 ઓક્ટોબર 2024ના ખુલશે અને 23 ઓક્ટોબરે બંધ થઈ જશે. આ સિવાય 18 ઓક્ટોબરે આઈપીઓ એન્કર ઈન્વેસ્ટરો માટે ખુલશે. આ કંપની સોલર પેનલ બનાવે છે અને હવે બજારમાં એન્ટ્રી કરવાની છે. સોલર પેનલ બનાવનારી વારી એનર્જીએ 4321 કરોડ રૂપિયાના આઈપીઓ માટે 1427-153 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Waaree Energies IPO ની સાઇઝ
આ આઈપીઓ દ્વારા કંપની ફ્રેશ ઈક્વિટી તો લાવી રહી છે સાથે ઓફર ફોર સેલ (OFS) પણ સામેલ છે. આ આઈપીઓ 3600 કરોડ રૂપિયાના નવા શેર અને વર્તમાન પ્રમોટરો અને શેરધારકોના 721.44 કરોડ રૂપિયાના 48 લાખ શેરની વેચાણની રજૂઆત (OFS)નું સંયોજન છે. તેવામાં આઈપીઓની કુલ સાઇઝ 4321.44 કરોડ રૂપિયા છે. 


આઈપીઓથી મળનારી રકમનું શું કરશે કંપની?
કંપની તરફથી મળેલી માહિતી અનુસાર, IPO દ્વારા એકત્ર કરાયેલી રકમનો ઉપયોગ ઓડિશામાં 6 GW ઈનગોટ ચિપ્સ, સોલાર સેલ અને સોલાર PV મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે કરવામાં આવશે. આ સિવાય એક ભાગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે રાખવામાં આવશે.


આ પણ વાંચોઃ SBIથી લઈને HDFC સુધી...આ તમામ બેંકોએ બદલ્યા લોનના વ્યાજ દર; જાણો મોંઘા થયા કે સસ્તા?


NSE-BSE પર લિસ્ટ થશે શેર
આ કંપનીના શેર નેશનલ સ્ટોક એક્લચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થશે. 28 ઓક્ટોબર 2024ના કંપનીના શેરનું લિસ્ટિંગ થશે અને આ પહેલા સફળ ઈન્વેસ્ટરોના ખાતામાં શેર એલોટ થઈ જશે. લોટ સાઇઝની વાત કરીએ તો એક લોટમાં 9 શેર હશે. 


ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યાં છે શેર
વારી એનર્જીના શેર ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યાં છે. વર્તમાનમાં ગ્રે માર્કેટમાં કંપનીના શેરની કિંમત 1480-1490 રૂપિયા ચાલી રહી છે. જો લિસ્ટિંગ સુધી આ ટ્રેન્ડ યથાવત રહ્યો તો પ્રથમ દિવસે ઈન્વેસ્ટરોના પૈસા લગભગ ડબલ થઈ શકે છે.