Jyotirling Darshan: ભારતીય રેલવે પ્રવાસીઓને ધાર્મિક સ્થળોના દર્શન કરાવવા માટે અલગ અલગ ઓફર રજૂ કરે છે. તેવામાં હવે શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓને સાત જ્યોતિર્લિંગના દર્શન કરાવવા માટે આઈઆરસીટીસી ખાસ પેકેજ લઈને આવ્યું છે. આ ઓફર અંતર્ગત શ્રદ્ધાળુઓ ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેનના માધ્યમથી દેશના સાત જ્યોતિર્લિંગ ના દર્શન કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


તહેવારોની સીઝન પહેલા તેલના ભાવમાં ભડકો : સિંગતેલ, કપાસિયા તેલના ભાવ ફરી વધ્યા


Post Office ની આ યોજનામાં દરરોજ 133 રૂપિયા રોકવા પર મળશે 3 લાખ રૂપિયા


સોનામાં અચાનક આગ ઝરતી તેજી, જાણો કેમ વધી રહ્યા છે સોનાના ભાવ અને લેટેસ્ટ રેટ


આઈઆરસીટીસીની આ યાત્રા ઋષિકેશ રેલ્વે સ્ટેશનથી 27 જુલાઈએ શરૂ થશે. જેમાં તીર્થયાત્રીઓ ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, સોમનાથ, બેટ દ્વારકા, દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર, ત્રંબકેશ્વર અને ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે. આ યાત્રા નવ રાત અને દસ દિવસની હશે. આ ટુર પેકેજ 27 જુલાઈએ શરૂ થશે અને 5 ઓગસ્ટ સુધી ચાલશે. આ પેકેજમાં પ્રતિ વ્યક્તિ 18,925 રૂપિયા ખર્ચ થશે. જેને લોકો 917 રૂપિયાના ઈએમઆઈ સાથે પણ બુક કરાવી શકે છે. 


આ પેકેજનું નામ સાત જ્યોતિર્લિંગ યાત્રા રાખવામાં આવ્યું છે. આ ટુર પેકેજનું ભાડું ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યું છે દરેક કેટેગરી મુજબ પેકેજ અને ટેરીફ અલગ અલગ હશે. જેમકે સ્લીપર કોચમાં મુસાફરી કરો છો તો પ્રતિ વ્યક્તિ 18,925 નો ખર્ચ થશે. જો તમે થર્ડ ક્લાસ એસીમાં સફર કરો છો તો ભાડું 31,769 રૂપિયા થશે. જો તમે સેકન્ડ ક્લાસ એસીમાં મુસાફરી કરો છો તો ભાડું પ્રતિ વ્યક્તિ વ્યક્તિ 42,163 થશે.