Post Office ની આ યોજનામાં દરરોજ 133 રૂપિયા રોકવા પર મળશે 3 લાખ રૂપિયા, જાણો સરકારી યોજનાના ફાયદા

Post Office RD: પોસ્ટ ઓફિસ મધ્યમ વર્ગના લોકો બચત કરી શકે તે માટે અનેક યોજનાઓ ચલાવે છે. જેમાં લોકો નાની રકમથી રોકાણની શરૂઆત કરી શકે છે. તેના પર સરકાર તરફથી વ્યાજ પણ આપવામાં આવે છે. પોસ્ટ ઓફિસની આવી એક યોજના રેકરિંગ ડિપોઝિટ છે. 
 

Post Office ની આ યોજનામાં દરરોજ 133 રૂપિયા રોકવા પર મળશે 3 લાખ રૂપિયા, જાણો સરકારી યોજનાના ફાયદા

Post Office: પોસ્ટ ઓફિસની યોજનાઓ દેશના મધ્યમ વર્ગ માટે પસંદગીનો વિકલ્પ છે. પોસ્ટ ઓફિસની યોજનાઓમાં ગેરંટી રિટર્ન મળે છે. પોસ્ટ ઓફિસ એવી પણ યોજનાઓ ઓફર કરે છે, જેમાં તમે દર મહિને રોકાણ કરીને રિટર્ન મેળવી શકો છો. તમે દર મહિને બજેટમાંથી થોડા પૈસા બચાવી આ યોજનામાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ ગ્રાહકોને આરડી ઓફર કરી રહ્યું છે, જેમાં તમારે દર મહિને પૈસા જમા કરાવવાના હોય છે. તેના પર તમને વ્યાજ મળે છે. તમે તેમાં દર મહિને 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. 

સરકારે તાજેતરમાં વ્યાજદર વધાર્યો
તાજેતરમાં કેન્દ્ર સરકારે રેકરિંગ ડિપોઝિટ પર વ્યાજદર 6.2 ટકાથી વધારી 6.5 ટકા કરી દીધો છે. રોકાણની શરૂઆતમાં રેકરિંગ ડિપોઝિટ પર મળનાર વ્યાજના પૈસામાં ફેરફાર થતો નથી. તેમાં  વ્યાજ ફિક્સ હોય છે. બસ તમારે દર મહિને પૈસા જમા કરાવવાના હોય છે. આવો જાણીએ દર મહિને આરડીમાં જમા કરવા પર કેટલા રૂપિયા મળશે. 

દર મહિને 2,000 રૂપિયા જમા કરવા પર મળશે આટલા રૂપિયા
જો તમે રેકરિંગ ડિપોઝિટમાં દર મહિને 2000 રૂપિયાનું રોકાણ કરો છો તો મેચ્યોરિટી પર તમને 1,41,983 રૂપિયા મળશે. જો તમે દર મહિને 2000 રૂપિયા રોકાણ કરો છો તો તમે પ્રતિદિન 66 રૂપિયા પ્રમાણે વાર્ષિક 24000 નું રોકાણ કરશો. જે પાંચ વર્ષમાં 1,20,000 રૂપિયા થઈ જશે. તેમાં તમને 21983 રૂપિયાનું વ્યાજ મળશે. મેચ્યોરિટી પર તમને કુલ 1,41,983 રૂપિયા મળશે. 

દર મહિને 4 હજારનું રોકાણ કરશો તો આટલા રૂપિયા મળશે
જો તમે રિકરિંગ ડિપોઝિટમાં દર મહિને 4000 રૂપિયાનું રોકાણ કરો છો તો તમને મેચ્યોરિટી પર 2,83,968 રૂપિયા મળશે. જો તમે દર મહિને ચાર હજારનું રોકાણ કરો છો તો દરરોજના 133 રૂપિયા પ્રમાણે વાર્ષિક 48000 રૂપિયાનું રોકાણ કરશો. આ પાંચ વર્ષના પીરિયડમાં 240000 રૂપિયા થઈ જશે. તેમાં તમને 43968 રૂપિયાનું વ્યાજ મળશે. તમને મેચ્યોરિટી પર 2,83,968 રૂપિયા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news