Netflix પર વેબ સીરીઝ કે ફિલ્મ જોવા માટે નહીં લેવું પડે સબ્સક્રિપ્શન, આ રીતે Freeમાં જોઈ શકો છો નેટફ્લિક્સ
Free Netflix Subscription: જો તમને ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સીરીઝ જોવી ગમે છે તો આજે તમને જણાવીએ કે તમે કેવી રીતે સબસ્ક્રીપ્શન વિના ફ્રીમાં નેટફ્લિક્સ સહિતના ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો જોઈ શકો છો.
Free Netflix Subscription:જો તમને પણ નેટફ્લિક્સ પર મુવી કે વેબસરીઝ જોવાનું ગમે છે પરંતુ નેટફ્લિક્સના પ્લાનની કિંમત જાણીને તમારી સબસ્ક્રિપ્શન લેવાની હિંમત નથી થતી તો તમને આજે જણાવીએ એવો રસ્તો કે જેમાં તમે સબસ્ક્રાઇબ કર્યા વિના તમે નેટફ્લિક્સની મજા માણી શકો છો. આજે તમને જણાવીએ કે તમે કેવી રીતે સબસ્ક્રીપ્શન વિના ફ્રીમાં નેટફ્લિક્સ સહિતના ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો જોઈ શકો છો. હાલમાં જીયો, એરટેલ, vodafone idea જેવી કંપની પોતાના યુઝર્સની પસંદને ધ્યાનમાં રાખીને એવા કેટલાક પ્લાનની ઓફર લઈને આવ્યું છે કે જેમાં નેટફ્લિક્સ સહિતના ઓટીટી પ્લેટફોર્મને ફ્રીમાં માણી શકાય છે.
આ પણ વાંચો:
હોળી પર જો કન્ફર્મ ટિકીટ ન મળે તો આ વિકલ્પનો ઉપયોગ કરો, ટિકિટ થઈ જશે તુરંત Confirm
આધારકાર્ડમાં પણ લગાવવો છે લેટેસ્ટ ફોટો? તો ફોલો કરો આ સ્ટેપ્સ અને મિનિટોમાં કરો કામ
આ સેટિંગ કરવાથી રોકેટગતિએ વધશે વાઇફાઇની સ્પીડ... HD Video પણ ફટાફટ થશે ડાઉનલોડ
Jio 399
આ પ્લાનની સાથે 75 જીબી ડેટા મળે છે. જો ડેટા લિમિટ પૂરી થઈ જાય તો પછી પ્રતિ જીબી ₹10 નો ચાર્જ લાગે છે. આ સિવાય આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસએમએસ ફ્રી મળે છે. આ પ્લાનની સાથે amazon prime અને netflix નું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.
Jio 599
Jio ના આ પ્લાનમાં 100 જીબી હાઈ સ્પીડ ડેટા સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ અને રોજના 100 એસએમએસ આપવામાં આવે છે આ એક ફેમિલી પ્લાન છે જેમાં કંપની એડિશનલ જીઓ સીમ પણ આપે છે આ પ્લાનની સાથે લોકોને ફ્રી એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સ મળે છે.
Airtel 1199
એરટેલ કંપનીના આ પ્લાનમાં રોજના 100 એસએમએસ અનલિમિટેડ કોલિંગ મળે છે. આ એક પોસ્ટપેડ પ્લાન છે જેની સાથે 150 gb ડેટા રોલઓવરની સુવિધા સાથે મળે છે. આ પ્લાનની સાથે disney plus hotstar, amazon prime અને netflix નું ફ્રી સબસ્ક્રિપ્શન કંપની આપે છે.