આ સેટિંગ કરવાથી રોકેટગતિએ વધશે વાઇફાઇની સ્પીડ... HD Video પણ ગણતરીની સેકન્ડમાં થશે ડાઉનલોડ

Wifi Speed Hacks: ઘણી વખતે એવું થાય છે કે વાઈફાઈની સ્પીડ થોડા દિવસમાં જ સ્લો થઈ જાય છે. તેના કારણે નોર્મલ વિડિયો ડાઉનલોડ કરવામાં પણ સમસ્યા થતી હોય છે. 

આ સેટિંગ કરવાથી રોકેટગતિએ વધશે વાઇફાઇની સ્પીડ... HD Video પણ ગણતરીની સેકન્ડમાં થશે ડાઉનલોડ

Wifi Speed Hacks: આજના સમયમાં ઘરમાં વાઇફાઇ હોવું એ ખૂબ જ જરૂરી થઈ ગયું છે. મોટાભાગના લોકો પોતાના ઘરમાં વાઇફાઇ રાખતા હોય છે. વાઇફાઇ રાખવાથી એક વખત તમારે બે થી ચાર હજારનો ખર્ચ થાય છે પરંતુ ત્યાર પછી પરિવારના બધા જ લોકો ઇન્ટરનેટ નો ઉપયોગ સરળતાથી કરી શકે છે. પરંતુ ઘણી વખતે એવું થાય છે કે વાઈફાઈની સ્પીડ થોડા દિવસમાં જ સ્લો થઈ જાય છે. તેના કારણે નોર્મલ વિડિયો ડાઉનલોડ કરવામાં પણ સમસ્યા થતી હોય છે. સ્પીડ વારંવાર ડાઉન થઈ જવાથી તમે બરાબર રીતે ઇન્ટરનેટ નો ઉપયોગ કરી શકતા નથી. તેમાં પણ જ્યારે તમે કોઈ મહત્વનું કામ કરતા હોય ત્યારે વાઇફાઇ ની સ્પીડ ઘટી જાય કે વાઇફાઇ બંધ થઈ જાય તો ખૂબ જ મુશ્કેલી થાય છે. ત્યારે તમને આજે એવી ટિપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરવાથી તમારા વાઇફાઇની સ્પીડ અનેક ઘણી વધી જશે.

આ પણ વાંચો:

વાઇફાઇનું લોકેશન બદલો

જો વાઇફાઇ ની સ્પીડ વારંવાર ઘટી જતી હોય તો શક્ય છે કે તમારા વાઇફાઇનું લોકેશન બરાબર ન હોય. વાઇફાઇ ની સ્પીડ બરાબર રહે તે માટે જરૂરી છે કે વાઇફાઇ ના રાઉટર નું લોકેશન યોગ્ય હોય. રાઉટર યોગ્ય જગ્યાએ નહીં હોય તો તમને ઇન્ટરનેટની સ્પીડ બરાબર મળશે નહીં. તેથી સૌથી પહેલા ઘરમાં જે બેસ્ટ લોકેશન હોય તેવી જગ્યાએ રાઉટર લગાવો. રાઉટર ને ઘરમાં ઊંચાઈ પર લગાવવું જેથી ઇન્ટરનેટની સ્પીડ આખા ઘરમાં બરાબર રીતે મળે.

ઓપ્ટિમાઇઝેશન જરૂરી

ઘણી વાઇફાઇ સર્વિસ પ્રોવાઇડ કરતી કંપની વાઇફાઇ કનેક્શન સાથે એપ પણ ઓફર કરે છે. જો તમારા વાઇફાઇ નું કનેક્શન સ્લો હોય તો તમે એપ નો ઉપયોગ કરીને ઇન્ટરનેટ ની સ્પીડ વધારી શકો છો. જેમકે એરટેલ કંપની પોતાની ફાઇબર સર્વિસમાં એપની ઓફર કરે છે જેમાં ઓકટેમાઈઝેશન નો ઓપ્શન હોય છે. આ વિકલ્પને પસંદ કરીને તમે સ્પીડને વધારી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news