Sona-Chandi Ke Bhav: સોના-ચાંદી ખરીદવી હોય તેના માટે સારા સમાચાર છે. સોના-ચાંદીની સાપ્તાહિક કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ કારોબારી સપ્તાહમાં સોનાનો ભાવ 866 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં 2719 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, આ બિઝનેસ સપ્તાહની શરૂઆતમાં (4 થી 8 ડિસેમ્બર) 24 કેરેટ સોનાનો ભાવ 63,281 રૂપિયા હતો, જે શુક્રવાર સુધીમાં ઘટીને 62,415 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તે જ સમયે, 999 શુદ્ધતા ચાંદીની કિંમત 76,430 રૂપિયાથી ઘટીને 73,711 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે આઈબીજીએ તરફથી જારી કિંમતોમાં અલગ-અલગ શુદ્ધતાના સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ બધા ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. આઈબીજીએ દ્વારા જાહેર કરાયેલા ભાવ દેશભરમાં સર્વમાન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતું નથી. 


આ પણ વાંચોઃ ₹500 ની નજીક પહોંચ્યો GMP,61 ટકા ફાયદાનો સંકેત, 13 ડિસેમ્બરે ઓપન થશે આ કંપનીનો IPO


છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો?
4 ડિસેમ્બર, 2023- રૂ. 63,281 પ્રતિ 10 ગ્રામ
5 ડિસેમ્બર, 2023- રૂ. 62,287 પ્રતિ 10 ગ્રામ
6 ડિસેમ્બર, 2023- રૂ. 62,144 પ્રતિ 10 ગ્રામ
7 ડિસેમ્બર, 2023- રૂ. 62,462 પ્રતિ 10 ગ્રામ
8 ડિસેમ્બર, 2023- રૂ. 62,415 પ્રતિ 10 ગ્રામ


છેલ્લા એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થયો?
4 ડિસેમ્બર, 2023- રૂ 76,430 પ્રતિ કિલો
5 ડિસેમ્બર, 2023- રૂ 74,383 પ્રતિ કિલો
6 ડિસેમ્બર, 2023- રૂ 74,268 પ્રતિ કિલો
7 ડિસેમ્બર, 2023- રૂ 73,888 પ્રતિ કિલો
8 ડિસેમ્બર, 2023- રૂ 73,711 પ્રતિ કિલો


આ પણ વાંચોઃ Multibagger: હે ભગવાન હું રહી ગયો... આ સ્ટોકે 3 મહિનામાં 3 ગણા કરી દીધા રૂપિયા


મિસ્ડ કોલથી જાણો સોનાનો ભાવ
ઉલ્લેખનીય છે કે તમે આ રેટ્સની જાણકારી ઘરે બેઠા મેળવી શકો છો. તે માટે તમારે માત્ર આ 8955664433 પર મિસ્ડ કોલ આપવાનો છે અને તમારા ફોનમાં લેટેસ્ટ ભાવનો મેસેજ આવી જશે. 


ઓક્ટોબરમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 11.49% ઘટીને રૂ. 22,873 કરોડ થઈ
તમને જણાવી દઈએ કે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ડેટા અનુસાર ઓક્ટોબરમાં ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ 11.49 ટકા ઘટીને રૂ. 22,873.19 કરોડ (US$ 2,74.80 કરોડ) થઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube