Multibagger: હે ભગવાન હું રહી ગયો... આ સ્ટોકે 3 મહિનામાં 3 ગણા કરી દીધા રૂપિયા, છપ્પરફાડ નસીબ નીકળ્યું

multibagger penny stocks: કોઈ રોકાણકારે આ કંપનીના આઈપીઓમાં 1 લાખનું 3 મહિના પહેલાં રોકાણ કર્યું હોય તો એ આજે 3.26 લાખ રૂપિયા થઈ ગયા હોત. આમ રોકાણકાર સીધો 2.26 લાખ રૂપિયાના નફામાં આવી ગયો હશે.

Multibagger: હે ભગવાન હું રહી ગયો... આ સ્ટોકે 3 મહિનામાં 3 ગણા કરી દીધા રૂપિયા, છપ્પરફાડ નસીબ નીકળ્યું

Multibagger Shares: દેશની પ્રમુખ પર્યાવરણીય કન્સલ્ટિંગ ફર્મ, ટેક્નોગ્રીન સોલ્યુશન્સ લિ.એ (Techknowgreen Solutions Ltd) માત્ર 3 મહિનામાં તેના રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. છેલ્લા 3 મહિનામાં તેના શેરની કિંમત 3 વખત વધી છે. ખાસ વાત એ છે કે તેના શેર 3 મહિના પહેલા જ શેરબજારમાં લિસ્ટ થયા હતા.

દેશની પ્રમુખ પર્યાવરણીય કન્સલ્ટિંગ ફર્મ, ટેક્નોગ્રીન સોલ્યુશન્સ લિ.એ (Techknowgreen Solutions Ltd)એ શેરધારકોને માલામાલ કરી દીધા છે. 3 મહિના પહેલાં જ આ શેર માર્કેટમાં લિસ્ટ થયો છે. લિસ્ટ થયા બાદ સતત તેજી ચાલી રહી છે. ટેકનોગ્રીન સોલ્યૂશન લિમિટેડનો શેર શુક્રવારના રોજ બીએસઈ પર 298ના ભાવે બંધ થયો હતો. 

ટેકનોગ્રીન સોલ્યૂશનનો આઈપીઓ સપ્ટેમ્બરમાં જ આવ્યો હતો. આ શેરનો ભાવ 27 સપ્ટેમ્બરના 91.35 રૂપિયા હતો. આ શેરના ભાવમાં 226 ટકાનો વધારો થઈને આજે ભાવ 298 રૂપિયાએ પહોંચ્યો છે. 

એનો મતલબ એ થાય કે કોઈ રોકાણકારે આ કંપનીના આઈપીઓમાં 1 લાખનું 3 મહિના પહેલાં રોકાણ કર્યું હોય તો એ આજે 3.26 લાખ રૂપિયા થઈ ગયા હોત. આમ રોકાણકાર સીધો 2.26 લાખ રૂપિયાના નફામાં આવી ગયો હશે.

ટેકનોગ્રીન સોલ્યૂશને આ મહિનાની શરૂઆતમાં શેરબજારમાં સૂચના આપી હી કે એમને મુંબઈ સ્થિત ડ્યૂટ ઈન્ડિયા હોટલના 18 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે. આ પહેલાં 22 સપ્ટેમ્બરે કંપનીએ એક સૂચના જાહેર કરી હતી કે તેમને એસટીટી ગ્લોબલ ડેટા સેન્ટર અને સિપ્લામાંથી 2 ઓર્ડર મળ્યા છે. આ બંને ઓર્ડરની કિંમત 3.40 કરોડ રૂપિયા છે. 

ટેકનોગ્રીન સોલ્યૂશન એ એક માઈ્ક્રોકેપ કંપની છે જેની માર્કેટવેલ્યું 222 કરોડ રૂપિયા છે. જેને બીએસઈના એસએમઈ રૂટથી પોતાનો આઈપીઓ લોન્ચ કર્યો હતો. કંપનીનો 16.72 કરોડનો આઈપીઓ 12 ગણો વધારે ભરાયો હતો. જે 18થી 21 સપ્ટેમ્બરની વચ્ચે ખૂલ્યો હતો. આ કંપની દેશની એ શરૂઆતની કંપનીઓમાંની એક છે જે સોફ્ટવેર એપ્લિકેશન, કંપ્લાયન્સ સોલ્યૂશન અને પર્યાવરણ આઈટી સોલ્યૂશનની સેવાઓ પૂરી પાડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news