Western Railway નો નિર્ણય, હવે ટ્રેનમાં રાત્રે ચાર્જ નહીં કરી શકો મોબાઇલ અને લેપટોલ
આ નિર્ણયથી લાખો લોકો પ્રભાવિત થશે. આ નિયમ પ્રમાણે રાત્રે યાત્રા દરમિયાન મોબાઇલ ચોરી જેવી ઘટનાઓ બનશે નહીં. સાથે ઓવર ચાર્જિંગને કારણે મોબાઇલ બ્લાસ્ટની આશંકા પણ સમાપ્ત થઈ જશે.
નવી દિલ્હીઃ રેલ યાત્રીકો (Rail passengers) માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. વેસ્ટોર્ન ઝોનની ટ્રેનમાં હવે યાત્રીકોને રાત્રે ચાર્જિંગ પોઈન્ટની સુવિધા મળશે નહીં. રાત્રે 11 કલાકથી લઈ સવારે 5 કલાક સુધી ચાર્જિંગ પોઈન્ટમાં વિજળી બંધ રહેશે. તેવામાં યાત્રી રાત્રે પોતાના મોબાઇલ કે લેપટોપ ચાર્જ કરી શકશે નહીં. ટ્રેનોમાં આગ લાગવાની ઘટના જોતા ઈન્ડિયન રેલવે (Indian Railway) ના વેસ્ટર્ન ઝોને આ નિર્ણય કર્યો છે.
ઓછી થશે આગ લાગવાની ઘટના
આ નિર્ણયથી લાખો લોકો પ્રભાવિત થશે. આ નિયમ પ્રમાણે રાત્રે યાત્રા દરમિયાન મોબાઇલ ચોરી જેવી ઘટનાઓ બનશે નહીં. સાથે ઓવર ચાર્જિંગને કારણે મોબાઇલ બ્લાસ્ટની આશંકા પણ સમાપ્ત થઈ જશે.
ચાર્જિંગ સોકેટથી ટ્રેનમાં લાગી આગ
મહત્વનું છે કે 13 માર્ચે દિલ્હી-દેહરાદૂન શતાબ્દી એક્સપ્રેસમાં આગ લાગી ગઈ હતી. આગ એક કોચથી શરૂ થઈ અને સાત કોચ સુધી ફેલાઈ હતી. રાહતની વાત રહી કે આગને કારણે કોઈ યાત્રીકોને નુકસાન થયું નહીં. આ ઘટના બાદ રેલવેએ એક નવી તપાસ કમિટી બનાવી જેમાં તે વાત સામે આવી કે ચાર્જિંગ સોકેટને કારણે રેલ ડબ્બામાં આગ લાગી હતી.
આ પણ વાંચોઃ Data Leak: હેકરોએ 9 કરોડથી વધુ ભારતીયોનો ડેટા ચોરી લીધો, બેન્ક ડિટેલ સહિત તમામ જાણકારી
2014માં જાહેર થઈ હતી એડવાઇઝરી
આગ લાગવાની ઘટના બાદ વેસ્ટર્ન ઝોને કહ્યુ કે, તે વર્ષ 2014માં જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીનું કડક પાલન કરશે. હકીકતમાં રેલવેએ 2014માં બધા ઝોનને એક એડવાઇઝરી જાહેર કરી હતી કે તે રાત્રે 11થી સવારે 5 કલાક સુધી પ્રયાસ કરે કે યાત્રીકો મોબાઇલ ચાર્જ ન કરી શકે. તેમાં લોકોને અસુવિધા થશે પરંતુ આગ લાગવાની દુર્ઘટનાથી બચી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube